પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
સાહિત્યને ઓવારેથી
 


આદરવાની તમન્ના પ્રગટાવે છે. ત્યારથી આ ચપળ વિદ્યાર્થી પોતાને માટે સમાજ અને ધર્મની રેખાઓ દોરે છે, અને સાહિત્યની સીમાઓ આંકી તેને સમૃદ્ધ કરવાના બળવત્તર સંકલ્પ સેવે છે.

ઈશ્વરદત્ત શક્તિ, ખંત અને એકાગ્રતાથી સજ્જ થયેલ આ વિચક્ષણ અને વિલક્ષણ વિદ્યાર્થી ઉપર ઈનામો અને શિષ્યવૃત્તિઓનો અનેક વખત કલશ ઢોળાય છે. અમદાવાદમાં દી. બ. અંબાલાલભાઈ પછી ગીમી સાહેબ હાઈસ્કૂલમાં હેડમાસ્તર નિમાયા. વ્હેમી સ્વભાવને લીધે તેઓ નાગર વિદ્યાર્થીઓ સાથે અથડામણમાં આવી પડે છે. બંને પક્ષો બચ્ચે વૈમનસ્ય વધતું જ જાય છે. અંતે અંબાલાલભાઈ સમાધાન કરાવી આપે છે. સાક્ષર કેશવલાલભાઈ આજે પણ આ પ્રસંગ વિનોદયુક્ત આનંદથી યાદ કરે છે.

ઇ. સ. ૧૮૭૬ ની સાલમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી, શાળાનાં અનેક મીઠાં સ્મરણો સંગ્રહતા કેશવલાલ હાઈસ્કૂલના વિદ્યાર્થી જીવનનું પ્રજ્જ્વળ પ્રકરણ પૂરૂં કરે છે.

અને તેમના કોલેજ–જીવન ઉપર આવું, ત્યાર પહેલાં એક આવશ્યક વાતનો હું ઉલ્લેખ કરી લેઉં. તે યુગમાં ઉપનયન પ્રસંગે બટુકનો વિવાહ કરવામાં સમાવર્તન સંસ્કારની સાર્થકતા અને કુળની મોટાઈ મનાતી. ચજ્ઞોપવીત પામવું તે લગ્ન માટેની લાયકાત સિદ્ધ કરવા સમાન હતું. કેટલાક વર તો ઘોડીઆમાંથી અને ક્વચિત્ તો માતાના ઉદરમાંથી જ ઝડપાતા. આમ ઉપનયન સંસ્કાર તે વિવાહનો એક વિધિયુક્ત પરવાનો મનાતો. દામ્પત્યની દેવી અમલદારના આ ચપળ બટુક તરફ પણ પ્રસન્નતાભર્યો પક્ષપાત દાખવે છે; અને અગીઆરમે વર્ષે, ઉપનયન