પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવ : વિવાથ-જીવન
૨૨૭
 


વિધિ પછી બે વર્ષમાં જ, કેશવલાલ ગૃહસ્થના–સંસારીના–સંસ્કાર પામે છે. આમ પ્રભુતામાં પગલાં માંડતા આ યુવક ચતુરલક્ષ્મીના સહવાસથી વિશેષ ચતુરાઈ મેળવે છે.

ત્યારે અમદાવાદમાં પણ કલાના ધામ સરખી કોલેજ સ્થપાઈ ન્હોતી. ત્યાંના વતનીઓને પણ મહાવિદ્યાલયના અભ્યાસ માટે મુંબઈ જવું પડતું. એટલા દૂર સ્થળે જવાના પ્રતિકૂલ સંયોગોમાં પણ ઉચ્ચ ઇંગ્રેજી કેળવણીનાં કિરણ ઝીલવાની અમદાવાદના કેટલાયે વિદ્યાર્થીઓ આતુરતા દાખવે છે. કેશવલાલભાઈ પણ મુંબઈ જઈ ભાયખલે આવેલી એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થાય છે. નરસિંહરાવ પણ ત્યાં મળી આવે છે. કોલેજીઅન કેશવલાલ અવનવાં સ્વપ્નો સેવતા, વિદ્વત્તાના ઉચ્ચ આદર્શો રચતા, કોલેજની અધિષ્ઠાત્રી દેવીને પૂજ્યભાવે નિરખે છે, અને નમન કરે છે. તેઓ કોલેજના છાત્રાલયમાં નિવાસ કરે છે, અને કાઠિઆવાડી–અમદાવાદીઓની ક્લબમાં જોડાઈ વતન તરફની પ્રેમભરી વફાદારી વ્યક્ત કરે છે. મણિલાલ દ્વિવેદી અને કમળાશંકરભાઈ પણ ત્યાં જ નજરે પડે છે. દ્વિવેદી ચરોતરી–ભરૂચીઓની ક્લબમાં જોડાઈ પ્રાંતીય પક્ષપાત દર્શાવે છે, જ્યારે ત્રિવેદી અભ્યાસમાં એક બે વર્ષ આગળ છે, અને કોલેજ છાત્રાલયની સુરતી ક્લબમાં સ્વયંપાકી બનીને નાગરના સ્વધર્મનું ગૌરવ સાચવે છે. છગનલાલ પંડ્યા, શ્રીધર ભંડારકર અને બીજા અનેક ભાવિ વિદ્વાનો આ એક જ સંસ્થાનું છત્ર સ્વીકારતા, સહકાર ને સંખ્યામાં વૃદ્ધિ કરતા નજીકના જ ખંડોમાં રહે છે. બે વર્ષ પાછળ ભણતા અપ્રગટ વિજ્ઞાનશાસ્ત્રી ત્રિભોવનદાસ ગજ્જર, અને અવ્યક્ત ધારાશાસ્ત્રી ચિમનલાલ સેતલવાડ પણ કેશવલાલને પોતાની માંદગીના કારણે આગળ ઉપર એ જ વિદ્યામંદિરમાં