પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દી. બ. કેશવલાલ ધ્રુવ
 


કલહની કાયરતા છે. પહેલાં કહ્યું છે તેમ કોઈની ખફગી કે અપ્રસન્નતા વહોરવી તેમને ગમતી નથી ને તેથી જ આજે પણ પ્રાચીન વિષય ઉપર ‘પ્રેમાભાઈ હૉલ’માં જાહેર ભાષણો આપનાર કેશવલાલભાઈએ વૃદ્ધાવસ્થાના નિમિત્તે સને ૧૯૦૩ માં ગુજરાત કૉલેજની ડીબેટીંગ સેસાયટી તરફથી ગોઠવાયેલા ‘કવિ ન્હાનાલાલનાં કાવ્યો’ ઉપરના ભાષણનું પ્રમુખપદ વિદ્યાર્થીઓની નમ્ર વિનંતિઓ છતાં નહોતું સ્વીકાર્યું, અને તેમને નિરાશ કર્યા હતા. સુયોગ્ય પ્રમુખ મળવાને અભાવે ભાષણ અગાઉથી જાહેર કરાયેલું હોવા છતાં પડતું મૂકવું પડે તેવી સ્થિતિ આવી. અંતે ઉત્સાહી વિદ્યાર્થીઓએ અન્ય કોઈના અભાવે એક ફેલોને તે પ્રમુખપદ આપી પોતાનું કામ આટોપ્યું.

વિદ્યાર્થીઓ સાથેને કેશવલાલભાઈનો વ્યક્તિગત સંબંધ બહુ મમતાભર્યો હોય છે; પણ છતાંયે તેમની સાથેનો આ અધ્યાપકનો સામુદાયિક સહકાર થોડો હાવાથી વિદ્યાર્થીગણને તેમની વિદ્વત્તાનાં તેજ બહુધા દુઃસહ લાગે છે. ઠોઠ કે બેદરકાર વિદ્યાર્થી તો કેશવલાલભાઈને પોતાની મુશ્કેલીઓ પૂછવાની પણ હિંમત ના કરે; કારણ કે તેને પોતાની બુદ્ધિનું પ્રદર્શન થવાની બીક લાગતી હોય ! ગમે તે કારણો હોય પણ આમવર્ગમાં અધ્યાપક રામનારાયણભાઈને સત્કારનાર વિદ્યાર્થીઆલમ ને યુવકવર્ગ કેશવલાલભાઈને સાહિત્યની ઉમરાવશાહીના ઊંચા આસન ઉપર જ બેઠેલા માને છે.

કવિ પ્રેમાનંદ ઉપરનો અધ્યાપક ધ્રુવનો અભ્યાસ બહુ જ અગાધ છે. સૂક્ષ્મ સંશોધનદૃષ્ટિ, સચોટ સર્વગ્રાહી નજર, તુલનાત્મક પદ્ધતિ અને પદ્યબંધની કસોટીથી તેઓ અણખેડ્યા