પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨
સાહિત્યને ઓવારેથી
 


ભાષાંતર પ્રસિદ્ધિ પામે ત્યાર પહેલાં હજુ કેટલીયે સૂક્ષ્મ વિચારણાની તે અપેક્ષા રાખે છે, એમ કેશવલાલભાઈને લાગ્યા જ કરે છે. ઈ. સ. ૧૮૮૭ થી દોઢેક વરસ સુધી તેઓ કચ્છમાં આલ્ફ્રેડ હાઇસ્કૂલના હેડમાસ્તરના હોદ્દા ઉપર છે. ત્યાં શાળાના ઈનામમેળાવડાનો વાર્ષિક સમારંભ નજીક આવે છે, અને કચ્છના મહારાવ પોતે પણ આ અવસરે પધારનાર છે. આ પ્રસંગ માત્ર શાળાના સંચાલકોને પ્રેરણા ને ઉત્સાહ અર્પે છે, અને એ વિદ્યારસિક રાજવીના રંજનાર્થે પ્રસંગને સાવશેષ શોભાવવાના તેના હેડમાસ્તરમાં પણ કઈ કંઈ અભિલાષ જાગે છે.

ફરીથી જયદેવ અગોપ રહી તેમના આગળ ગુંજે છે: “મારા ‘ગીતગોવિંદ’થી વધુ માધુર્ય અને વધુ રસિકતા તમને ક્યાં મળશે ? તેનાથી જે ન રીઝે તે અરસિક જ ગણાય.” આ અદ્‌ભુત સ્વરોથી તેમને નવીન દર્શન લાધે છે. કેશવલાલભાઈ તરત જ पश्यसि दिशी दिशी रहसि भवन्तम् । એ પંક્તિથી શરૂ થતી અષ્ટપદીને સમશ્લોકી ગુજરાતીમાં ઉતારે છે, અને સમારંભપ્રસંગે તે વડે સર્વ શ્રોતાજનોને જયદેવે કવેલા ભક્તિરસના ભોક્તા બનાવે છે. પ્રસંગ પુરવાર કરે છે કે ‘ગીતગોવિંદ’ને સમશ્લોકી ગુજરાતીમાં ઉતારાય તો જ તેના કર્તાને પૂરો ન્યાય મળે, અને મૂળનું માધુર્ય અક્ષત રહે. ‘અમરુશતક’નું સમશ્લોકી ભાષાંતર કરવા કેશવલાલભાઈ સમર્થ થયા હતા, તે પછી ‘ગીતગોવિંદ’ને ભિન્ન દેશી રાગોમાં ઉતારવાનું દૌર્બલ્ય કેમ દૂર ના કરવું ? આ વિચાર માત્ર તેમને વિશેષ પ્રેરણા આપે છે. પાંચ છ વર્ષમાં ધીમે ધીમે ‘ગીતગોવિંદ’ ગુજરાતી ભાષાના નવા સમશ્લોકી સ્વાંગ સર્જે છે. આ નવું ભાષાંતર કડકે કડકે ‘કૃષ્ણમહોદય’ માસિકમાં છપાય છે, અને તંત્રી બાળાશંકર ભાષાંતરકાર