પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
સાહિત્યને ઓવારેથી
 

 રજુ કરી વિદ્વાનોને અર્ધ્ય આપવાની સાચી પ્રણાલિકા પાડી છે. કવિશ્રી ન્હાનાલાલ જણાવે છે તેમ, રાજા ને પ્રજા: ઉભયના પ્રીતિપાત્ર આ સાક્ષરવર્યની વિદ્વત્તા ‘સરકાર–સન્મનાયેલી’ અને ‘પ્રજા–પ્રમાણાયેલી’ છે. તેવા આ પરમ સરસ્વતીભકત ધ્રુવસાહેબની સાહિત્યસેવા ઉપર આછી અધૂરી નજર નાખી હું વિશેષ કૃતકૃત્યતા અનુભવું છું.

વળી મૂળ વિષય ઉપર આવું ત્યાર પહેલાં એક અપ્રસ્તુત પણ આવશ્યક સૂચન હું જરા કરી લેઉં. અંગ્રેજી સાહિત્યમાં તો તેના વાઙ્‌મય સેવકો (Men of Letters) ઉપર પૃથક્ પૃથક્ પુસ્તક પ્રસિદ્ધ થાય છે. તેવા દરેક પુસ્તકમાં તે તે સેવકનું ક્ષર–અક્ષર જીવન, તેનું ઘડતર, તેનું મનોમંથન, તેની કૃતિઓ, લેખો અને તેમનાં મૂલ્ય, આ બધાનું રસપ્રદ નિરૂપણ હોય છે. ગુજરાતી સાહિત્યમાં કવિ નર્મદાશંકર, નવલરામ, ગોવર્ધનરામ, નંદશંકર, ને ભોગીન્દ્રરાવ વગેરે સાહિત્યભક્તોનાં પુસ્તકો રૂપે સાહિત્યની દૃષ્ટિએ જીવનચરિત્રો લખવાના ઓછાવત્તા પ્રયત્નો થયા છે. પણ આવાં જીવનચરિત્રો કેટલાં અલ્પ અને મર્યાદિત છે ? પહેલાં મેં એક વખત કહ્યું છે, તે જ ફરીથી રજુ કરૂં છું; બોસ્વેલે જેમ ઇંગ્રેજી સાહિત્યના વિશિષ્ટ સેવક છે. ડો. જ્હોનસનના સતત ચરણ સેવી અખૂટ શ્રદ્ધાથી તેના જીવનની રહેણીકરણીની અને મનોમંથનની સર્વ વિગતો ટપકાવી લીધી, તેમ આજે આપણે આ અગ્રગણ્ય સરસ્વતીપુત્રના સતત સાનિધ્યમાં રહી, તેમનાં પળેપળનાં ચિંતન અને મંથન કદી નોંધી લેવાના પ્રયાસ થયા છે ખરા ?

અગાઉ ‘ગીતગોવિંદ’ના ભાષાંતર સુધી પૂ. કેશવલાલભાઈની સાહિત્યપ્રવૃત્તિની મેં નોંધ લીધી છે; આજે ત્યાંથી આગળ ચાલી