પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી કેશવલાલ ધ્રુવઃ સાહિત્ય-જીવન (૨)
૨૫૧
 


શાકુંતલાના હૃદયસ્પર્શી અનુપમ ભાવ જે સ્વભાષામાં સફળ. રીતે સંક્રાન્તિ ના થાય તે એ સાહિત્યસ્વામીને અન્યાય કર્યાનું ઘોર પાપ લાગે, અને હું તે વળી ક્યાં ભાષાંતરમાં ખૂબ કુશળ છું ? આમ શાકુંતલ તેમનો સંકલ્પવિષય મટી જાય છે, ને તેમના કાર્યપ્રદેશમાંથી જરા દૂર થાય છે.

સંકલ્પોને સિદ્ધ કરવા હોય તો પ્રારંભશૂરા ન થતાં પોતાનું બળ માપીને જ યથાશક્તિ આરંભ કરવો જોઈએ ને ? કાલીદાસનાં નાટકોમાં તો ત્યારે બાકી રહ્યું વિક્રમોર્વશીય; નાનું યે ખરૂં, ને જાણીતું એ ખરૂં; કારણ કે કોલેજમાં એસ. પી. પંડિતવાળી આવૃત્તિ પોતે વાંચેલી છે. વળી નિર્ણયસાગરની સંસ્કૃત ટીકા પણ વિશેષ માર્ગદર્શક થાય તેમ છે. પણ ચોથા અંકમાં અપભ્રંશમાં થયેલો કેટલોક વધારો તેમના અભ્યાસની આકરી કસોટી કરે તેવું લાગે છે.‘કંઈ નહિ, પહેલી આવૃત્તિમાં આ વધારાને પડતો મૂકીશું’, એમ નિશ્ચય કરે છે, અને અંતે ‘વિક્રમોર્વશીય’ જ તેમનું આકર્ષક ધ્યેય બને છે.

કાલીદાસ જેવા ઋજુ, મનોહર અને ભવ્ય કવિની કૃતિને અન્ય ભાષામાં ઉતારવાનું કાર્ય કેટલું કઠિન છે, તે તો અનુભવીને જ સમજાય. કરુણ કે અદ્‌ભુત રસના મનોહર પ્રસંગો, હૃદયને ઉજાળે તેવા ઉદાત્ત ભાવે, ને પ્રકૃતિનાં સર્વાંગસુંદર દૃશ્યો–અને તે પણ વૈદર્ભી શૈલીના કવિનાં–ગુજરાતીમાં સફળતાથી ઉતારવા માટે કેટલો અભ્યાસ અને કેટલું તાદાત્મ્ય તથા ભાષાપ્રાવીણ્ય જોઈએ.

વિદ્વાનોને સંતોષ ના વળે ત્યાં સુધી પોતાના પ્રયત્નો અપૂર્ણ જ માનનાર આ ભાષાંતરકાર પોતાના કાર્યમાં કેટલાક નિયમોને માર્ગદર્શક બનાવે છે. પ્રારંભમાં ભાવવાહી ન બને તે