પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
સાહિત્યને ઓવારેથી
 


શબ્દાનુસારી ભાષાંતર કરવું. મૂળ કર્તાની ભાષા અને શૈલીનાં લક્ષણો સમજવાં, ફરતા બબ્બે સૈકાના પુરોયાયી અને અનુગામી કવિઓનો અભ્યાસ કરવો, અને કાલીદાસ ઋજુ માર્ગનો કવિ હોવાથી ન સમજાય ત્યાં પોતે ફેરફાર ના કરવો. આવા મનોરથ તેમની ભાષાંતરકલાની ભાવનાને વધુ ઉત્તેજિત કરે છે.

ઇ. સ. ૧૮૯૬નું વર્ષ કુટુંબી ભાવનાના કોડવાળા કેશવલાલભાઈની કસોટી કરે તેવું નિવડે છે. દુઃખનાં વાદળ તેમના જીવનને ઘેરી લે છે, અને તેમની સહનશક્તિ અને સાહિત્યસેવાને તાવે છે. ચતુરલક્ષ્મીનું સૂતિકાજ્વરથી થયેલું અકાળ અવસાન તેમના રસોજ્જવલ સંસાર પ્રદેશને ઝાંખો બનાવે છે. વડિલ બંધુ હરિલાલના સ્વર્ગવાસથી તેઓ માર્ગદર્શક મુરબ્બી ગુમાવે છે; અને મામાનું મરણ મોસાળ પક્ષે મધુર છાય આપતું શિરછત્ર ઝડપી લે છે. વિધિના આવા કૂર પ્રહારોથી હતાશ થયેલા જનો સામાન્યતઃ તત્ત્વજ્ઞાનનું શરણ શોધે છે, ને આશ્વાસન મેળવે છે. પણ આપણા ઉગતા સાહિત્યકારને તો આ દારુણ સંયોગોમાં સમગ્ર જીવન સાહિત્યના રંગોથી જ રંગવું છે, જગતનો નાથ શિરે જે ગુજારે તે સહ્યે જ છુટકો, એમ માની તેઓ ઈશ્વરમાં શ્રદ્ધા ટકાવે છે. પરિણામે હૃદય વિદારતા દુઃખપ્રસંગોમાં પણ તેઓ સરસ્વતીની ભક્તિમાં જ લીન રહે છે, અને સાહિત્ય અને સ્વાધ્યાય તરફ સર્વ શક્તિઓ વાળી મનને હળવું કરે છે. આવા ચિરસ્મણીય વર્ષમાં ‘પરાક્રમની પ્રસાદી’ કેશવલાલભાઈના પરાક્રમની જ પ્રસાદી હોય તેમ પ્રકટ થાય છે. અને સરસ્વતી દેવીને અપાતા અનુત્તમ અર્ધ્યો એકનો ઉમેરો કરે છે. વાસ્તવિકતા અને આદર્શજીવનનાં અમાપ અંતરને દૃષ્ટિમાં સમાવી દેતા, માર્ગમાં આવતા ગાઢ