પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
સાહિત્યને ઓવારેથી
 


તેનાં મંતવ્યો પણ ન્યાયાધીશોના ચૂકાદાની જેમ પ્રમાણભૂત આવા કારણે, આજે પણ ક્વચિત્ ‘વનમાળી’ને આ કાર્યના કોઈ હેતુઓ શોધે છે અને કારણો કલ્પે છે.

‘પરાક્રમની પ્રસાદી’ની આવૃત્તિની વિશિષ્ટતાઓ આવતા પહેલાં તેના ભાવિ વિષે પણ સહેજ ઉલ્લેખ કરી લેઉં. પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ કર્યા બાદ ભાષાંતરકર્તા મદ્રાસ તરફથી પ્રસિદ્ધ થયેલી વિક્રમોર્વશીયની વિવિધ પાઠફેર આવૃત્તિ મંગાવે છે, સત્ય અને સુસંગત પાઠો નક્કી કરી કૃતિને વિશુદ્ધ બનાવે છે, અને તે બધાનો લાભ ‘પરાક્રમની પ્રસાદી’ની બીજી આવૃત્તિને પણ આપે છે. હવે ભાષાંતરકાર ગુપ્તતાની બુકાની દૂર કરે છે; અને ‘વસંત’ના વિદ્વાન વિવેચકો તેમની આ બીજી આવૃત્તિને સમર્થ અને સ્તુતિયુક્ત સમાલોચનાઓથી વધાવી લે છે. આ રીતે ‘પરાક્રમની પ્રસાદી’ વધુ દૈદીપ્યવાન અને યશોદાયી બને છે.

વિક્રમોર્વશીયનું ભાષાંતરકાર્ય કેશવલાલભાઈને પ્રશ્નોના અભ્યાસી બનાવે છે. કાલીદાસનાં બધાં નાટકો તથા કાવ્યોના વાચનથી આ સંશોધનપ્રિય ને સત્યશોધક સાહિત્યભક્તને સંતોષ નથી થતો. કાલીદાસનો કાળનિર્ણય અને તેનાં સજનનાં તુલનાત્મક મૂલ્ય આંકવા તેઓ બંધ દ્વાર ઠોકે છે, અને અશ્વઘોષ જેવા કવિઓ સાથે જીવંત સંપર્ક સાધે છે. પણ જ્ઞાનનું અમૃત પીતાં કયો આદર્શ વિદ્યાર્થી આવું કરે ? સંસ્કૃત કવિઓની આનુપૂર્વી નકકી કરવા આ સારૂં સાહિત્યસેવક અનેક ક્રાન્તદર્શીઓ અને નાટ્યકારો સાથે સંબંધ બાંધે છે. વિશાખદત્ત, હર્ષ અને ભવભૂતિ: આ બધાય તેથી સ્નેહી સુહૃદ બને છે. આમ સ્થૂલ જગતમાં ભાગ્યે જ કોઇની