પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે
૨૬૯
 


મર્યાદાઓનું પૂરેપૂરૂં ભાન છે. તેમની કાર્યપદ્ધતિ વિશાળતા નહિ, પણ સઘનતા તરફ જ મીટ માંડે છે. વિસ્તાર નહિ, પણ ગહનતા જ તેમનું ધ્યેયબિંદુ છે; અને તેથી તો તેમને ચરોતર કે પેટલાદ તાલુકો પણ વિશાળ ક્ષેત્ર લાગે છે. તેમનું આ ધ્યેયબિંદુ સમજ્યા પછી વતન–વહાલની સાંકડી મર્યાદાઓને શિથિલ કરવાનું મારૂં નમ્ર સૂચન અનુચિત જ ઠરે છે. તેમના નમ્ર નિવેદનમાં ખેડૂતની ઉપમા વડે તેમણે પોતાની મર્યાદિત શક્તિઓનો સ્વીકાર કરી પોતાની કાર્યપદ્ધતિ ખૂબ સ્ફુટ કરી છે.

વિશેષમાં, તેમના નિર્ભેળ હાસ્ય અને નિર્દોષ વિનોદને સમજવા નીચેનાં થોડાંક પ્રસંગોચિત ઉદાહરણો વાચકને ખૂબ રસપદ થશે.

ઇ. સ. ૧૯૩૬ ના ઓક્ટોબરની આખરે અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે મળેલી સાહિત્ય પરિષદ સંમેલનની બેઠકનો ભરચક કાર્યક્રમ ચાલુ હતો. બીજા દિવસની સવારની બેઠક પૂરી થયે પાછા ફરતાં ભદ્રના કિલ્લામાં અચાનક અમીનસાહેબ તેમના સ્નેહીવર્ગ સાથે મને ભેગા થયા. મારા પ્રથમ લેખની પ્રસિદ્ધિ પછી આ પહેલી જ વાર અમે મળ્યા. સંમેલનની સવારની બેઠકમાં મોતીભાઈ સાહેબ ચ્હાપાણી ઇત્યાદિનાં બંધનોમાંથી મુક્ત હોઈને વેળાસર હાજર થયેલા, અને આમ ઘણા પ્રેક્ષકો કરતાં વહેલા ગયેલા. બેઠક પૂરી થયે પ્રેમાભાઈ હોલમાંથી નિકળતી વખતે પણ શાંતિથી, બધા નિકળી જાય ત્યારે સૌથી પાછળ, અધીરાઈ વિના, ભીડ મટ્યે તેઓ બહાર નિકળતા. રસ્તામાં મને મળતાં વેંત જ તેઓએ કહ્યું: “શાસ્ત્રી, તમેય મારૂં ઠીક નામ પાડી દીધું છે.” “કેમ સાહેબ ?” જવાબ: “કેમ, હું તો દ્વારપાળ છું ને ? સંમેલનની આજની સવારની