પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
સાહિત્યને ઓવારેથી
 


આવ્યું; અને નવયુગને તેણે અનુકૂળ થવું જોઈએ એમ તેના તંત્રીએ તેના રજત મહોત્સવ વખતે ઉચ્ચાર્યું. ‘વસંત’ માં સ્થાન પામવું એ એક વખત ઊગતા લેખકો માટે ગૌરવભરી મહેચ્છા મનાતી. આજે તેમાં પહેલાંની વિવિધતા ને ઉચ્ચ કક્ષા કેટલી જળવાય છે ? ‘વસન્ત’ ની ગુણસમૃદ્ધિ જો વધશે તે ગુજરાત તેની અનિયમિતતા તો સાંખી લેશે. બનારસ જેટલા દૂર સ્થળેથી તેને સંભાળવું એ તેના તંત્રીની એક મુખ્ય અગવડ હતી; પણ તે અગવડને દૂર કરવા ‘વસન્ત’ ને વારાણસી લઈ જઈ તે વડે પરપ્રાન્તની વિદ્વત્તાથી તેને શોભાવી શકાત. એ અગવડ ને એ ઉન્નત અભિલાષ આજે હવે અપ્રસ્તુત છે. ત્યારે તેમાં તંત્રીની કલમ કોઈક વખત તો છેક અદૃશ્ય થઈ જતી. ને બે ચાર લાંબા લેખો ગમે તેમ છપાવી ‘વસન્ત’નો અંક બહાર પાડવામાં આવતો. શ્રીયુત ઈચ્છાશંકર પણ તેના તંત્રીની ઇચ્છાઓને કેટલે અંશે પૂરી પાડી શકે ? અને આજે પાછું વસંત તેની ગુણવત્તા વધારવા ને નિયમિતતા સાચવવા ત્રૈમાસિક બન્યું છે. તંત્રીની આવી કાળજી ને ત્યાગવૃત્તિ છતાંયે વસંત આજે કેટલું પ્રગતિસાધક કે સત્ત્વશાલી બન્યું છે તે એક પ્રશ્ન છે.

આનંદશંકરભાઈનાં સાહિત્યવિષયક વિવેચનો, ગ્રંથાવલોકનો કે પ્રાસંગિક નોંધો, ગંભીર વિચાર, નિષ્પક્ષપાત દૃષ્ટિ ને અગાધ અભ્યાસનાં સૂચક હેઈ યુવાન વાચકવર્ગને બહુ જ લાભ આપે તેવાં છે. ‘પ્રિયદર્શના’, ગાંધીજીની ‘ગીતા’ વગેરે અવલોકનો મનન કરવા જેવાં છે, ને તેમની નીડર અને તટસ્થ વૃત્તિની સાખ પૂરે તેવાં છે. પણ આવાં અવલોકનો–જીવંત લેખકોની કૃતિઓ ઉપરનાં–લખવાં તેમના કલહભીરુ સ્વભાવને બહુ અનુકૂળ નથી, ને તેથી ગુજરાતી સાહિત્યને એક સમર્થ