પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કવિ ન્હાનાલાલ
૩૧
 


જોઈએ કે ખાસ જરૂર વિના પણ ક્વચિત્‌ તે વ્યાકરણદોષથી કલુષિત થાય છે; ‘સૃજન’, ‘ચંદ્રી’ ‘પરિશુદ્ધવું’ ‘સંક્રાન્તવું’ જેવા શબ્દો તેનાં સ્પષ્ટ ઉદાહરણ છે. જરૂરિયાત વિના આવાં બંડ જગાવવાથી નવા યોજેલા શબ્દો શું અમર થશે ? પુનરુક્તિ, ને કોઈકવાર તો અર્થહીન પુનરુક્તિ એ પણ કવિભાષાની અન્ય ખામી છે. આવી પુનરુક્તિને કારણે એક વખત એમ પણ કહેવાતું કે કવિએ ‘બ્રહ્મ’ શબ્દને બજારૂ ચીજ બનાવી દીધી છે. વિશેષમાં, કેટલીક કૃતિઓમાં અપ્રચલિત સંસ્કૃત કે ફારસી શબ્દોનો અતિરેક વાચકને કંટાળો ઉપજાવે છે; કારણ કે તે માટે નથી હોતી સમજુતી કે ન મળે નોંધ. કોઈક વખત તે અર્થની ક્લિષ્ટતા કે ભાવની અસ્પષ્ટતા પણ તેમની કવિત્વશક્તિમાં ઉણપ લાવે છે.

હૈયે જીવંતા કાવ્યસાહિત્ય અવલોકતાં જણાવવું પડે કે કવિ ન્હાનાલાલ તે અર્વાચીનયુગમાં શિષ્ટવર્ગના પ્રતિભાશાળી મહાન કવિ છે, આધુનિક કવિઓના અગ્રણી છે. તેમનું કવિત્વ પ્રતિભાવંતું છે, ને તેમનું સર્જનક્ષેત્ર વિશાળ છે. સમૃદ્ધ સાહિત્યસંસ્થા હોય તેમ દરવર્ષે તેઓ અવનવા રસાળ ગ્રંથો ગુજરાતી શિષ્ટવર્ગને પિરસે છે; અને તેથી ગુર્જરસાહિત્યને વિશેષ ગૌરવવંતું બનાવે છે.

કવિની કૃતિઓની આટલી સમીક્ષા પછી કવિને હવે આપણે મનુષ્યભાવે નીરખીએ. કવિ સ્વભાવે નીડર છે, તેવા જ નિખાલસ છે; માની છે પણ માયાળુ છે; ને તેથી જ તેમનાં ભાવભીનાં આતિથ્ય મે’માનોની મુક્તકંઠે પ્રશંસા પામ્યાં છે. તેમનામાં ઉત્સાહ ને સેવાભાવના છે, પણ તે આવેશથી રંગાઈ જાય તેવાં. તેઓ જો રીઝે તો માથું આપે, ને ખીઝે તો કટ્ટર