પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કવિ ન્હાનાલાલ
૩૩
 


કવિ માટે હજુ પણ એક વસ્તુ બાકી રહી જાય છે. તેઓ લોકજીવનને સ્પર્શે છે અથવા દૂરથી સહાનુભૂતિની નજરે નિહાળે છે; પણ તેમાં લીન થતા ના કહી શકાય. કવિ, તે પહેલાં કહ્યું તેમ, મુખ્યત્વે શિષ્ટ વર્ગના જ કવિ છે. કવિ દલપતરામનું ‘ક. દ. ડા.’ તરીકે લોકજીવનમાં ગામડે ગામડે જેવું સ્થાન હતું, તેનું આજે કવિ ન્હાનાલાલનું કહી શકાય ? સરકારી બાળપોથી ને વાચનમાળાનાં અન્ય પુસ્તકોમાં કવિના નામનિર્દેશ સાથેની અથવા વગરની તેમની કવિતાઓ એકંદરે તો ગામડાંમાં ઠીક ઠીક શ્રવણગોચર થાય છે, ને તેટલે અંશે બાળસાહિત્યમાં ને લોકજીવનમાં યે કવિનું સ્થાન છે. પણ તેમના પિતા જેટલું તે ચિરકાલીન ને લોકપ્રિય નિવડશે ખરૂં ? આશા છે કે નીડર ને નિખાલસ કવિ આ નીડરતા ને નિખાલસતાની કદર કરશે.

આ બધાં વિશિષ્ટ લક્ષણવાળા કવિ ન્હાનાલાલ અભિમાનીને ત્રાડ દે છે, વિરાધીને પછાડે છે, ને શિષ્ય જેવા નાનેરાઓને સાથ આપે છે, દોરે છે, વખાણે છે. કવિસ્વભાવની પારાશીશીમાં ક્ષુદ્ર તે મહાન દેખાય છે, ને અણુ તે મેરુશિખર બને છે. તેથી સત્ય હકીકતો પણ રાગદ્વેષની રજથી ઢંકાયેલી રહી અપૂર્ણ દેખાય છે. માનીતાની મોટાઈ વધારવાની અને વિરોધીઓની લઘુતા સાધવાની પ્રબળ ઇચ્છા તેમની મહાનુભાવતાને પણ મ્હાત કરી તેમના શબ્દ–દેહે ગાયેલા આર્ય આદર્શોને કવિજીવનમાં વ્યક્ત થતા રોકે છે. જો તેમના પાર્થિવ સ્વભાવમાં તેમનાં પાત્રોની અપાર્થિવતા ભળે, આ દેહે તેમણે કરેલી ભાવનાઓને પરિમળ તેઓ સગાં, સ્નેહીઓ અને સમાજમાં ફેલાવે, તેઓ રાગદ્વેષથી પર થઈ સત્યના પૂજારી બને, સદ્ભાવથી વિરોધીઓ સાથે કામ લે, અને અભિમાન વિના પ્રશંસકો સાથે