પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કનૈયાલાલ મુનશી
૩૯
 


છે. પ્રણાલિકાભંગના તેઓ હિમાયતી હોઈ સ્વ. નરસિંહરાવે અને પ્રો. બ. ક. ઠાકોરના સંગરંગે જાણેકે નવીન સ્વરૂપે સાહિત્યમાં ક્રાન્તિકારક તત્ત્વોનું પુનરુજજીવન કરતા હોયની ! ‘કાકાની શશી’ અને ‘પુરંદર પરાજય’ તથા ‘ગુજરાત’ના દિવાળીના અંકમાં પ્રગટ થયેલી વાર્તાઓ અને નાટિકાઓ: આવું આવું તો તેઓ કેટલું યે લખ્યા જ જાય છે; જનતા તે વાંચે છે, વિચારે છે, ને તેનું વિવરણ કરે છે. પણ સાહિત્યનો આમવર્ગ કૈંક શાંત થાય ના થાય ત્યાર પહેલાં તો મુનશીએ કૈંક નવું સરજાવ્યું જ હોય. તેમનાં સાહિત્યસંસદનાં ભાષણો, ને તેમાંયે બારડોલી ઉપરનું તેમનું ‘મૂલ્યપરિવર્તન’ અને ‘સુવર્ણયુગનાં સર્જન’ કોઈ અજબ શબ્દસામર્થ્ય બતાવી સાહિત્યની અમોઘ શક્તિ પૂરવાર કરે છે.

ગાંધીયુગની સર્વતોમુખી અને પુણ્યપ્રદ પ્રવૃત્તિ આગળ મુનશીની સાહિત્ય કે રાજકીય પ્રવૃત્તિ ઢંકાઈ જતી હોવાથી સાહિત્યક્ષેત્રમાં મુનશી તે યુગસ્રષ્ટ્રા કે યુગભોક્તા, આ પ્રશ્ન કેટલાક નવીન અભ્યાસીઓને મૂંઝવે છે; પણ આ પ્રશ્ન જ અહીં અસ્થાને છે. મુનશી પોતાના બુદ્ધિબળે અને સ્વાભાવિક નીડરતાથી નાનકડા ગુજરાતમાં થાય તેટલું બધું જ કરી દે, એમ તેમણે બારડોલીના સત્યાગ્રહયુદ્ધ વખતે પણ બતાવી આપ્યું. મુનશીમાં જે તીક્ષ્ણ બુદ્ધિ સાથે લાક્ષણિક નીડરતા અને દેશદાઝ ના હોત તો તેઓ આજે વર્ષો પછી પણ મહાસભાની છત્રછાયા ન સ્વીકારત, અને તેમનું તેજસ્વી વ્યક્તિત્વ ક્યારનું યે અમલદાર પિતાને પગલે ચાલીને સરકારની સોડમાં ઢંકાઈ ગયું હોત.

એવા આ બુદ્ધિબળના ઉપાસકને પણ જગદ્‌વિભૂતિ સમા મહાત્માજીની આધ્યાત્મિક્તા માટે અપૂર્વ માને છે, એમ તેમના