પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
સાહિત્યને ઓવારેથી
 


શ્રી. મુનશીની સાહિત્યસેવા જેટલી સ્મરણીય છે, તેટલી જ સાહિત્ય પરિષદના સફળ સંચાલન અને બંધારણમાં તેમણે દાખવેલી બુદ્ધિમત્તા પણ નોંધપાત્ર છે. મતભેદના વિકરાળ વમળમાં સપડાઈ ગયેલું સાહિત્યપરિષદનું બંધારણ વધુ પ્રગતિશીલ અને પ્રવૃત્તિસાધક બનાવવામાં તેમનો ફાળો કેટલાયને ખૂબ જાણીતો છે, અને સાહિત્યપરિષદના સંમેલનોમાં ય તેમની વિચક્ષણતા ને બુદ્ધિમત્તા અજબ જ કામ કરે છે. પ્રેક્ષકવર્ગ જ્યારે લોકગીતના જલસામાં, સામાન્ય ભાષણમાં કે કોઈ નિબંધના વાચનમાં લીન હોય ત્યારે શ્રી. મુનશી ભાવિ કાર્યની ભૂમિકા રચવા મંચ ઉપરથી ક્ષણેક અદીઠ બને છે, ક્ષણમાં તે વિરોધી યુવાનોને પોતાના કરે છે, ને ક્ષણમાં વળી વૃદ્ધ સાક્ષરો અને સમવયસ્કોને સાધી લે છે. પળેપળનો ઉપયોગ, કુનેહ, કુશાગ્ર બુદ્ધિ ને સતત ઉદ્યોગ: તેમની વકીલાતનાં આ મુખ્ય લક્ષણો શ્રી. મુનશીને સાહિત્ય પરિષદના સંમેલનોમાં પણ સફળ સુકાની કે અદીઠ સૂત્રધાર બનાવે છે. વિશેષમાં તેઓ રાજકારણ અને સાહિત્ય વચ્ચે સુદૃઢ સેતુ સમાન બની અનેક ઉદ્દામવાદીઓના પણ મન જીતી શકે છે; અને આજે તો સચિવસ્થાનેથી સત્તા તથા રાષ્ટ્રસેવાને ભેગી સાંકળી લે છે.

આવા શક્તિશાળી અને સાધનસંપન્ન મુનશી હાલ સર્વાનુમતે કરાંચીમાં સાહિત્યપરિષદ સંમેલનના પ્રમુખ તરીકે ચૂંટાયા તે માટે આપણે તેમને સહર્ષ અને સહૃદય અભિનંદન છે. ઉપયુક્તતાની દૃષ્ટિએ કે તેમની યોગ્યતાને કારણે, ગમે તેમ સંમેલનનું પ્રમુખપદ આજે એક કુશળ સુકાની પાસે જ ગયું છે, તેથી ઘણાને સંતોષ થશે. ગૃહમંત્રીનું વિકટ ને વિશાળ કાર્ય સંભાળતા શ્રી. મુનશી આવા સંમેલનના પ્રમુખ તરીકે