પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દી. બ. નર્મદાશંકર મહેતા
૫૭
 


ઉપપ્રમુખ થયા, ને એમ. કોમ. (M. Com.)માં લોકલ ફાઈનન્સ ઉપરની ‘થીસીસ’ માટેના ઈ. સ. ૧૯૩૨માં એક ૫રીક્ષક બન્યા.

શ્રી. નર્મદાશંકરભાઈની વિદ્વત્તા યજ્ઞયાગાદિક ને વેદની સંહિતામાં જ પૂરાઈ ન રહેતાં, ઉપનિષદો, દર્શન, બૌદ્ધ ને જૈન ધર્મો, તથા શાક્ત ને લોકાયત સંપ્રદાયોના વિવિધ પ્રદેશોમાં વિચરે છે, ને તેથી જ તેમની પ્રસિદ્ધ થયેલી કૃતિઓ તેમના ગહન ને વિશાળ અભ્યાસના પરિપાક સમી છે, તેમનો અભ્યાસ તલસ્પર્શી, ચિંતન ઊંડું, સમાલોચના તુલનાત્મક, ને અનુમાનો તર્કયુક્ત છે. આદ્ય શંકરાચાર્ય, શાક્ત સંપ્રદાય કે બૌદ્ધ ધર્મ સંબંધી ચાલતી આવેલી ઘણીએ અનૈતિહાસિક માન્યતાઓને ઉચ્છેદીને તેમણે સત્ય હકીકતોને અભ્યાસબળે પ્રકાશમાં આણી છે. તેમનાં મુંબઈ અને અમદાવાદનાં ભાષણો ધ્યાનમાં લેતાં આ હકીકતનું તથ્ય સમજાશે.

હવે તેમની રસિક વિનોદવૃત્તિને મારા અનુભવમાં આવેલા પ્રસંગથી જરા મૂર્ત સ્વરૂપ આપું. ઈ. સ. ૧૯૩૧ના મે માસમાં આચાર્ય આનંદશંકરભાઈએ શ્રી. ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યાના માનમાં આકાશેઠ કૂવાની પોળમાં પોતાના મકાન ઉપર રાત્રે નાનકડા સ્નેહી મિત્રમંડળને આમંત્ર્યું હતું, કે જ્યારે ચંદ્રશંકરભાઈ સ્વરચિત કાવ્યો જાતે જ ગાઈ બતાવનાર હતા. ગુરુવત્સલ શ્રી. નર્મદાશંકરભાઈ તો આ પ્રસંગે હોય જ. શ્રી ચંદ્રશંકરે પોતાના કેટલાંક કાવ્યોને ગાઈ બતાવી અંતર્ગત ભાવ સમજાવ્યા, ને અંતમાં થોડાં પણ કવિત્વભરપુર ઉત્તમ કાવ્યોના સ્રષ્ટા તરીકે પોતે કવિ હોવાનો હક રજુ કર્યો. ‘રવિકિરણ પણ તેજ:પુંજ રવિ જેટલું જ ઉત્કૃષ્ટ હોઈને રવિથી કોઈ પણ રીતે ભિન્ન નથી,’ એ ઉદાહરણ આપી શ્રી, આનંદશંકરભાઈને પોતાના કવિત્વ વિષેના