પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દી. બ. નર્મદાશંકર મહેતા
૬૩
 


આવડવાથી આપણા ધર્મનું સર્વાંગસુંદર સ્વરૂપ સમજવામાં તે તે પક્ષવાળાઓ નિષ્ફળ નિવડ્યા છે. આ ઉભયની મતાંધતાને વખોડી કર્તાએ શાક્ત સંપ્રદાયના છૂટક છૂટક વેરાયેલા કણોને, સંહિતામાંથી, બ્રાહ્મણોમાંથી, આરણ્યક, ઉપનિષદો ને વ્યાકરણદિ વેદાંગોમાંથી, સૂત્રો, આગમો, તંત્રો, નિબંધો ને પુરાણોમાંથી તથા જૈન ને બૌદ્ધ ધર્મોમાંથી વીણી વીણી એકઠા કર્યા છે; તથા શાક્ત પૂજનના પ્રકારો, યંત્રો આદિ સમજાવ્યા છે. અહીં પણ કેવળ સંસ્કૃત સાહિત્યની સીમાઓમાં જ પૂરાઈ ના રહેતાં લેખકે ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલ શાક્ત સાહિત્યનો ઉલ્લેખ કર્યો છે, ને સ્ત્રી જાતિનું ગૌરવ વધારવામાં ગુજરાતી ભાષાદ્વારા ગુજરાતના મુખ્ય શાક્ત કવિઓએ આપેલો ફાળો પણ તારવી બતાવ્યો છે. આવી તુલનાત્મક ને ઐતિહાસિક દૃષ્ટિ, વિશાળ ને વિવિધ અભ્યાસ તથા સૂક્ષ્મ સંશાધનદૃષ્ટિ શું નથી આપતી ? ગુજરાતી સાહિત્યના આવા અક્ષુણ્ણ જેવા થઈ રહેલા પ્રદેશમાં આ પુસ્તકે આમ પગદંડાનો પ્રશંસામાત્ર માર્ગ પાડ્યો છે.

આવા કીમતી ગ્રંથો આપી નર્મદાશંકરભાઈએ પોતાની વિદ્વત્તાને ફળવંતી કરી છે એટલું જ નહિ પણ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ ને ગૌરવવંતું કર્યું છે. આ ગ્રન્થત્રયી પરપ્રાન્તોમાં ને પરદેશમાં પણ પ્રશંસા પામે તેવી વિદ્વત્તાથી સ્પષ્ટ રીતે અંકાયેલી છે.

આમ દી. બ. નર્મદાશંકરભાઈને રાજ્યતંત્રની અટપટી ભૂલભૂલાવીએ ફસાવીને સાહિત્યપરાઙ્‌મુખ નથી બનાવ્યા, તે માટે મારાં તેમને હાર્દિક અભિનંદન છે. પણ આટઆટલા ગુણદર્શન પછી પ્રવૃત્તિમાંયે નિવૃત્તિ શોધતા આ પંડિતની