પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
સાહિત્યને ઓવારેથી
 


વિદ્વત્તા વિષે પ્રતિકૂળ પણ સત્ય બોલ કહ્યા વિના હું વિરમી જાઉં તો મારૂં કાર્ય અપૂર્ણ જ રહે.

અખાનાં કાવ્યોનું સંશોધન કરવામાં લેખકે જેવી વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી, તેવી જ જો સંપૂર્ણ નોંધ આપી હોત તો અખાની વાણીને સામાન્ય જનસમૂહ વધુ સમજી શકત. નોંધમાં કેટલાક શબ્દો ઉપર ખૂબ સમજૂતી આપી છે, ત્યારે કેટલાક કઠિન શબ્દો તેમાં સ્થાન જ પામ્યા નથી. આ કારણે નથી પ્રમાણનું ઔચિત્ય સચવાયું, કે નથી અખાને સંપૂર્ણ ન્યાય મળ્યો. જોકે અખાની વાણી, ને તેમાં યે તેની ‘અખેગીતા’ કઠિન ને દુર્ગમ છે; પણ અખાની કૃતિઓ આવા ઉત્તમ વિદ્વાનના હાથે પદે પદે સરળ બને એ આશા શું વધારે પડતી છે ? કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ જ્યારે તેઓ પોતાના જ્ઞાનબળે આપી શકે તેમ હોય ત્યારે પણ વ્યુત્પત્તિ તે અન્ય ભાષાશાસ્ત્રકોવિદોનો જ ઈજારો છે એમ દાખવી વ્યુત્પત્તિ કે અર્થ આપવાની ફરજમાથી તેમણે બચી જવાનો અયોગ્ય પ્રયત્ન કર્યો છે. તેમણે કેટલાયે સ્થળે ભ્રષ્ટ પાઠ દાખલ કર્યા છે. ને ક્વચિત્ અર્થહીન પાઠને ૫ણ ટકાવી રાખ્યા છે. કેટલીક પાઠ–ભૂલો તો સામાન્ય સંશોધક ૫ણ ન કરે તેવી છે. તો પછી નર્મદાશંકરભાઈ જેવા વિદ્વાનના હાથે સંશોધિત થયેલી આવૃત્તિમાં આપણને તે કેમ ન ખૂંચે ? પ્રવૃત્તિમય જીવનમાં વખતનો અભાવ આવી ભૂલ માટે મુખ્યત્વે જવાબદાર હોવા છતાં તે માટે તેમને સંપૂર્ણ દોષમુક્ત તો ન જ ઠરાવી શકાય.

રેવન્યુ ને ન્યાયના અમલદાર તરીકે લોકજીવનના સમાગમમાં આવ્યા છતાં તેમની કલમે આમવર્ગના જટિલ પ્રશ્નોને સાહિત્ય દ્વારા ભાગ્યે જ છેડ્યા છે. જનસમૂહની