પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
સાહિત્યને ઓવારેથી
 


રામનારાયણભાઈએ આપેલું શાસ્ત્રીય ભાષણ સામાન્ય શ્રોતાઓને તો નરી વિદ્વત્તાની નાદીરશાહીથી ભરપુર લાગ્યું.

રામનારાયણભાઈને યાસ્કનું નિરુક્ત ગમે, ભાષાશાસ્ત્રની નીરસ સૂક્ષ્મતાઓ પસંદ પડે, અને વ્યુત્પત્તિમાં પણ મઝા પડે; નવાં કાવ્યો વાંચે અને વિચારે, છતાંયે પ્રેમાનંદ અને દયારામ પણ તેમની નજર બહાર ન હતા. પ્રેમાનંદ ઉપર પોતાનો ઊંડો અભ્યાસ તેમણે વડોદરામાં વ્યક્ત કર્યો. અને કાવ્ય તો તેમના અભ્યાસનો ખાસ વિષય છે એમ તેમનાં જાહેર ભાષણો પણ પૂરવાર કરે છે. આમ આ સાહિત્યભક્તે શું બાકી રાખ્યું છે ?

રામનારાયણભાઈ એટણે સાહિત્યફકીર. જરૂરીઆત પૂરતું દ્રવ્યોપાર્જન કરી તેઓ સાહિત્યસેવામાં જ મશગુલ રહેતા; અને આવી સાહિત્યોપાસના તેમને કેવળ એક અપ્રાપ્ય ભાવના જ ન હતી. સાહિત્ય એ જીવનનો એક વિભાગ, ને રાષ્ટ્રસેવા એ જુદો વિભાગ, એમ તેમણે કદી જાણ્યું જ નથી. બારડોલીયુદ્ધની સમાપ્તિ પછી ત્યાં ખેડુતો તરફના પુરાવા એકઠા કરવામાં અને બીજાં રચનાત્મક કાર્યોમાં તેમનો સારો હિસ્સો હતો; અને આ રાષ્ટ્રસેવા કરતાં કરતાં જ તેમણે રાનીપરજની ભાષા, રીતરિવાજ, જીવનવ્યવસાય વગેરે ઉપર પ્રકાશ નાખે તેવો એક મનનીય લેખ લખ્યો. આમ સાહિત્યસેવામાં પણ રાષ્ટ્રસેવા એ જ તેમનું ધ્યેય હતું.

શ્રી. રામનારાયણભાઈની ‘દ્વિરેફની વાતો’ પ્રગટ થઈ, અને તેમની વિવિધ શક્તિઓ વ્યક્ત થતી ગઈ. વાર્તાલેખન તે તેમની ‘મુખ્ય પ્રવૃત્તિ’ કે ‘ઈષ્ટ પ્રવૃત્તિ’ નથી, ‘પણ માથે પડ્યું માણસ શું નથી કરતો ?’ સંસારનું અવલોકન, જનમાનસનું