પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
સાહિત્યને ઓવારેથી
 


પ્રવૃત્તિને ઘણો વેગ મળ્યો. શ્રી. રામનારાયણ પાઠક, શ્રી. મહાદેવભાઈ દેસાઈ, કીશોરલાલ મશરૂવાળા, નરહરિ પરીખ, સ્વામી આનંદ: સૌ આમાં સક્રિય ભાગ લેતા. શ્રી. ચંદ્રશંકર ત્યારે તેમના ગૌરવયુક્ત ગુજરાતી માટે વખણાતા. તેઓ વ્યક્તિમાંથી સમષ્ટિ થવા મથતા, ને અણુમાંથી વિરાટ બનવાના કોડ ધરાવતા. એક સમય એવો હતો કે એક્કેય સામયિક ચંદ્રશંકરના લેખવિહોણું ન્હોતું, ને એક્કય સંસ્થા તેમના ભાષણવિહોણી નહોતી. તેમનું ઘર અનેકનું સંકેતસ્થાન હતું. મોટા દેશનેતાથી માંડીને ઉગતા વિદ્યાર્થીઓ સુધી સૌનો તેમને ઘેર દાયરો મળતો. મહેમાનોની પણ ઠઠ જામતી; અને શ્રી. મુનશી તેમને ‘સંયુક્ત કુટુંબના પિતા’ તરીકે સંબોધતા. ઇ. સ. ૧૯૧૩માં, આ બધી પ્રવૃત્તિઓ સંભાળતાં સંભાળતાં તેઓ એલએલ. બી. થયા.

ઈ. સ. ૧૯૦૭થી ’૧૭ સુધીનો દશકો તે ચંદ્રશંકરભાઈ માટે જાહેરજીવનનો અને નિઃસ્વાર્થ સેવાનો સમય છે. આ દશકામાં તેઓ મુંબઈ ઈલાકામાં માનવંતા બન્યા, અને ગુજરાતભરમાં કીર્તિ કમાયા. રાજકીય જાહેરજીવન પરત્વે રાનડે, તેલંગ, બદરૂદ્દીન તૈયબજી ને દાદાભાઈ નવરોજજીએ તેમની ઉપર ખાસ અસર કરી એમ તેઓ કહે છે. પૂનાની ‘સર્વન્ટસ ઓફ ઈન્ડીઆ સોસાયટી’એ પણ તેમને આકર્ષ્યા, અને તેથી તેના આજીવન સભ્ય થયા વિના પણ સ્વ. ગોખલે અને દેવધરની પ્રેરણાથી તે સંસ્થા તરફથી હોલિકા સંમેલન, જુગારનિષેધ વગેરે પરત્વે તેમણે સામાજિક સુધારણાનું કાર્ય કરી બતાવ્યું.

સ્વામી વિવેકાનંદ, રામતીર્થ અને દયાનંદની પણ ચંદશંકરના જીવન ઉપર ભારે અસર થઈ છે. આર્યસમાજ