પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬]


આ સ્મારકમાળા અંગે જીવનચરિત્ર, ધર્મ, નીતિશિક્ષણ, વિજ્ઞાન, પ્રવાસ, ગ્રામોન્નતિ, વ્યાયામ, ઈતિહાસ, સાહિત્ય જેવા લોકોપકારક વિષયોનાં વાર્તેતર ઉત્તમ પુસ્તકો પ્રગટ કરવાની યોજના છે. તદ્દનુસાર આ ૯ મા પ્રકાશનમાં ઉપર્યુક્ત પુસ્તક પ્રગટ કરાયું છે. તેના વાચનથી વાચક–જનતામાં સાહિત્યવિષયક પ્રચલિત ભાવનાઓને પોષણ મળશે તેમ જ અન્ય ચિંતનવિષયક લેખોથી વાચક વિચાર પ્રચૂર – ચિંતનશીલ – સાહિત્ય – વાંચવા પ્રેરાશે એવી અમારી શ્રદ્ધા અસ્થાને નહિ નીવડે.

આશા છે, સ્વ. શ્રી મો. ન. અમીન સ્મારક ગ્રંથમાળાના વાચકોને એ ગમશે.

વડોદરા
તા. ૧–૨–પર
ચુનીલાલ પુ. શાહ
અધ્યક્ષ
પુ. સ. સ. મંડળ, લિમિટેડ
 
લેખકની પ્રસ્તાવના

શ્રી મોતીભાઈ અમીન સરખા નૂતન ગુજરાતના એક સર્જકના નામનું સ્મરણ કરાવતી ગ્રંથશ્રેણીમાં મારા ગદ્યલેખોનો સંગ્રહ પ્રગટ થાય એ મને જરૂર ગમે.

જુદે જુદે સમયે લખેલા લેખ ‘સાહિત્ય અને ચિંતન’ને નામે આ ગ્રંથમાળામાં લેવા માટે સંચાલકોનો આભાર માનું છું.

કૈલાસ, વડોદરા
તા. ૨૯-૧-પર
રમણલાલ વ. દેસાઈ