પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮ : સાહિત્ય અને ચિંતન
 


ચિત્ત ચૈતન્ય વિલાસ તદરુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

આમ સાહિત્ય સહુને સમજાય એવી છતાં આપણા કરતાં વધારે સારી શબ્દરચના કરે છે; આપણે ઊડી શકીએ એટલે ઊડવા દઈ પછી આપણો હાથ ઝાલી કોઈ નવી કલ્પનાસૃષ્ટિ આપને બતાવે છે: આપણી લાગણીઓને હોય એના કરતાં વધાર તીવ્ર અને વિશુદ્ધ કરે છે અને આમ આપણી માણસાઈને વધારે ઓપ આપી આપણને વધારે સારા માનવી બનાવવાનું સાધન રચી આપે છે.

સાહિત્યનું ધનઃ સર્વોત્તમ

પ્રજાએ અનેક પ્રકારનાં ધન ઓળખ્યાં છે. અર્થ ઉપર–ધન ઉપર આબાદી રચી શકાય એમ અર્થશાસ્ત્ર કહે છે. હજી માનવપ્રજા આબાદીને, ધનને, મિકલતને માલિકીના સકંજામાંથી છોડાવી શકી નથી એટલે સહુ કોઈ પોતપોતાની મિલકત સાચવવા અને વધારવાની જંજાળમાં પડી કલેશ અને ઘર્ષણો ઊભાં કરે છે. મિલકત ઉપર માલિકી રહેશે ત્યાં સુધી આ ઘર્ષણો ચાલ્યા કરવાનાં છે. પરંતુ સાહિત્ય તો સહુની મઝિયારી મિલકત બની રહે છે. એમાં કોઈનો ભાગ લાગ નથી. વાપર્યે વધ્યે જ જાય એવી એ આબાદી છે. સાહિત્ય એટલે સંસ્કારધન. એ ધન લગભગ ચિરંજીવી છે. માનવીની માણસાઈ એનું પોષણ પામી જીવી રહે છે. માટે જ સ્થૂળ ધન કરતાં સંસ્કારધન વધારે ચડિયાતું. પાંચસો વર્ષ ઉપર કયા ધનિકનો ધનભંડાર કેટલો મોટો હતો એની આપણને ખબર નથી, એની આપણને જરૂર પણ નથી; પરંતુ આપણે એ તો નોંધી રાખ્યું છે કે ચારસો પાંચસો વર્ષ ઉપર નરસિંહ અને મીરાં જેવી બે સાહિત્યવ્યક્તિઓ ગુજરાતમાં એવું સંસ્કારધન વેર્યે જતી હતી કે જે આજ પણ આપણને વાપરવા મળે છે.

અભિમાન ખાતર નહિ, પરંતુ એક હકીકત તરીકે આપણને એમ તપાસવાનુ મન તો જરૂર થાય છે કે પ્રગતિશીલ કહેવાતું વડોદરા આ સંસ્કારધનમાં સમૃદ્ધ છે કે કેમ ? રાજ્યનું વિલીનીકરણ