પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યનું સ્થાન : ૮૯
 

થવાથી એ તપાસ અને તેનું પરિણામ નોંધવું બહુ જરૂરી છે. સમૃદ્ધિ તપાસવાનું એક માપ એના સાહિત્યકારોમાં આપણને જડી આવશે, અને આશ્ચર્યની વાત એ છે કે વડોદરાનું સાહિત્યધન વડોદરાને ગૌરવ આપે એવું જ છે.

ગયા દસકાનું વડોદરા સાલ્હેર સહ્યાદ્રિથી દ્વારકા સુધી લંબાયેલું હતું એ તો સહુ જાણે છે. એમાં પાટણ, જે એક સમયે સોલંકીઓની યશનગરી હતું, એનો જ વિચાર કરીએ તો વડોદરાનું સાહિત્યગૌરવ, હૈમવ્યાકરણના સુપ્રસિદ્ધ કર્તા યતિ હેમચંદ્રનું સ્મરણ કરાવે છે. આ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર માટે જરૂર પાટણ—અને પાટણ દ્વારા વડોદરા ગર્વ લઈ શકે. ગુજરાતી ભાષા સહુથી પહેલો સ્પષ્ટ ઉલ્લેખ હેમચંદ્રના વ્યાકરણમાં આજથી લગભગ ૯૦૦ વર્ષ ઉપર મેળવે છે. હેમચંદે સંગ્રહેલાં વ્યાકરણ નિયમનાં દૃષ્ટાંતો તે સમયના સાહિત્ય ટુકડાઓ હતા. અને આજ પણ એમાંથી કેટલીક લોકકથાઓ કે લોકોક્તિએનાં મૂળ જડી આવે છે.

પછી તો પાટણની આસપાસ સરસ્વતીના ભક્તોનું એક જૂથ જામ્યું હતું. વડનગર અને સિદ્ધપુર પણ વિદ્યાનાં—એટલે સાહિત્યનાં ધામ હતાં. જૂની ગુજરાતીમાં મહત્ત્વનું સ્થાન ભોગવતા ભાલણ અને ભીમ પણ વડોદરા રાજ્યને ફાળે જાય એમ છે.

પ્રેમાનંદ અને દયારામ

ગુજરાતી સાહિત્યમાં એ ઊંચામાં ઊંચાં શિખર : એક પ્રેમાનંદ અને બીજો દયારામ. પ્રેમાનંદ તો તળ વડોદરાનો: વાડીમાં જેમનો નિવાસ હતો. આજ પણ એની ખડકી એને નામે ઓળખાવાઈ છે. દયારામ ડભોઈના. એક પ્રાચીન ગુજરાતીનું ગૌરીશંકર—એવરેસ્ટ, ભવ્ય, અણમાપ, વ્યાપક–જેણે કરુણ, હાસ્ય, શૃંગાર અને વાત્સલ્ય રસની ગંગા સાહિત્યમાં ઉતારી છે. એ પ્રેમાનંદ : ઉષાહરણ, નળાખ્યાન, સુદામાચરિત્ર, મામેરું, જેવા લોકજીવનમાં જડાઈ ગયેલાં શિષ્ટ આખ્યાનો લખ્યાં છે. બીજી કાંચનજઘા સરખી નાજુક, રૂપાળી, રસમય, ઊર્મિમય ગરબીઓના ગાનાર અને ગુજરાતી સ્ત્રીઓને કંઠે