પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦ : સાહિત્ય અને ચિંતન
 

ઉતારનાર દયારામ. આ એ જ કવિઓને ઉપજાવી વડોદરાએ ગુર્જર સાહિત્યમાં સર્વોત્તમ ફાળો આપ્યો છે.

વડોદરાનો સાહિત્ય–ફાલ

બધાનાં નામ લેવાં તો અશક્ય છે; પરંતુ ઉપરછલી દૃષ્ટિ ફેરવીશું તોય આપણને વડોદરાના સાહિત્યકારો ચારેપાસ વેરાયેલા નજરે પડશે સાવલી બાજુએ નજર નાખીશું તો વેદાન્ત અને યોગના અભ્યાસી ધીરો દેખાઈ આવશે. બાપુ સાહેબ ગાયકવાડે પણ ગુજરાતી કવિતા શોભાવી છે, એ ગુજરાત મહારાષ્ટ્રના સંપર્ક સમજનારે જાણવા જેવું છે. અમરેલી પાસેના ફતેપુરમાં આજ પણ એક જીર્ણ સ્થળે ભોજા ભક્તની ધર્મગાદી છે. ભેાજા કવિએ અખાની માફક ચાબચા જેવી તીખી કવિતા લખી ગુર્જર માનસને ઘડ્યું છે.

આપણી ઓગણીસમી સદીના વર્તમાન વાતાવરણનો વિચાર કરીશું તો આપણને સદ્‌ગત શ્રીમંત ખંડેરાવ અને આપણા કવિ દલપતરામના સંપર્કમાંથી મળેલી કવિતા યાદ આવશે. ગુજરાતી વાણી લુંટાઈ અને એ લુંટનું પગેરૂં ચાલતાં મુંબઈ સુધી શોધખોળ થઈ જેમાં ગુજરાતી વાણીને લૂંટી લેનાર પારસીઓ પકડાયા એવી એક રમુજી કલ્પના દલપતરામે શ્રીમંત ખંડેરાવને ઉદ્દેશીને કરેલી છે.

અને પછી તો વર્તમાન યુગમાં આવતાં વર્તમાન ગુર્જર ગિરાના અનેક ઘડવૈયાઓ સાથેના વડોદરાનો સંપર્ક ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે. હરિ હર્ષદ ધ્રુવ જેવા અગ્રકવિ વડોદરાના ન્યાય ખાતાને શોભાવતાં સ્ટાકહોમની ઓરીએન્ટલ કોન્ફરન્સમાં વડોદરાના પ્રતિનિધિ તરીકે ગયા હતા. અભેદમાર્ગ પ્રવાસીની પદવી પામેલા કાન્તા નાટકના લેખક સુદર્શનકાર અને ગઝલના આદ્યલેખક મણિલાલ નભુભાઈનું સ્થાન વડોદરામાં હતું. પ્રખર ગઝલકાર અને હરિપ્રેમ પંચદશીના મસ્ત કવિ બાલાશંકરે કંથારિયા પણ વડોદરામાં ખરા. ખંડ કાવ્યોના આદ્યકર્તા કવિ કાન્તે તો વડોદરામાં અનેક શિષ્યો મુક્યા છે. શિક્ષણનો ઇતિહાસ એમણે વડોદરા માટે લખ્યો હતો. હરગોવિંદદાસ કાંટાવાળા વડોદરા રાજ્યના વિદ્યાધિકારી! સર રમણભાઈ આપણા શંકરાચાર્ય ના