પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮ : સાહિત્ય અને ચિંતન
 

બન્યો; ‘સ્તાન’ શબ્દ એશિયાવ્યાપી બની ગયો. પરંતુ આર્યવર્તમાંથી આપણે કેટકેટલા ટુકડાઓ કાપી ‘પાકિસ્તાનો’ બનવા દીધાં છે એનો કોઈને ખ્યાલ આવે છે ખરો ? પૂર્વમાં ચીન અને જપાનને બાજુ ઉપર મૂકીએ. એ સિવાયના સઘળા ભૂમિખંડો અને ટાપુઓ આર્યાવર્ત કે ભારતવર્ષમાં આવી જતા હતા એમ તેમની આજની પણ સંસ્કૃતિ જોતાં આપણે કહી શકીએ એમ છે. હિંદીચીન–જાવા– સુમાત્રાનો બેટ સમુદાય, સિયામ–શ્યામકાંમ્બોજ, મલય અને બ્રહ્મદેશ એ સઘળા ભારતવર્ષના જ વિભાગો હતા! ફીલીપાઇન્સ સુદ્ધાં ! એ બધાં આજ વર્ષોથી આપણાં પાકિસ્તાન ! એમાં મુસ્લિમધર્મી પાકિસ્તાન ઉમેરાયું.

ઉત્તર તરફ નજર કરીશું તો તિબેટ–ત્રિવિષ્ટપમાં તો હજી માનસરોવર સરખાં આ તીર્થસ્થાનો આપણે પરસત્તાને સોંપી દીધાં છે. મેરુ પર્વતને ધારણ કરતો પામીરનો પ્રદેશ અને ગોબીનું રણ એક વખત હિંદુ અને બૌદ્ધમંદિરોથી ભરચક હતાં એમ ઈતિહાસ નોંધે છે. એ પણ આપણામાંથી જ કપાયેલાં પાકિસ્તાન ! નવું ચીન પોતાની સરહદ બદરીનાથ સુધી એક પાસ અને આસામ સુધી બીજી પાસ લંબાવવા ઇચ્છી રહ્યું છે એ સૂચક સમાચાર હવે આવવા લાગ્યા છે!

પશ્ચિમે ગાંધાર–અફઘાનીસ્તાન અને શકસ્થાન–બલુચિસ્તાન એ ભારતવર્ષ ની મર્યાદાના પ્રદેશો, મહારાણી ગાંધારી એક અફધાન કન્યા હતી! કનિષ્કસમ્રાટ બલુચી કહેવાય ! આજની દૃષ્ટિએ ! ત્યારે એ બધા આર્યો હતા ! દક્ષિણની લંકા આર્ય કથામાં મહત્ત્વને સ્થાને હોવા છતાં ભારતવર્ષે તે ખોઇ નાખી છે.

હવે આજ પંજાબ, સિંધ અને બંગાળ સાંકડા બની ગયેલા આર્યાવર્તમાંથી પાકિસ્તાનને નામે કાપી કાઢવામાં આવ્યાં છે. શું એમ નથી લાગતું કે આર્યાવર્ત સંકોયાઈ સંકોયાઈને માત્ર સ્મરણ અવશેષ તરીકે જ રહેવાના ક્રમમાં છે ?

આપણે હિંદુ તરીકે આપણું નવું નામ પણ પાડ્યું અને તે સ્વીકારી લીધું. આપણા દેશને બીજાઓએ આપેલી છાપ કાયમી