પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિંદુ ધર્મ : ૧૦૧
 

નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવી ચાર વર્ણની વ્યવસ્થા કરવામાં એ ગૂંથણીએ પરસ્પરને રોધતી દીવાલો ઊભી કરી નથી; પરંતુ સમાજને જરૂરી સેવા–રચનાનો એક સરસ વ્યુહ ઘડી આપે છે. એણે દ્રવિડ, શક, યવન અને હુણને પોતાનામાં સમાવી દઈ પોતાના બનાવ્યા છે. અને ગ્રીસ, ઈરાન, મિસર, સીરિયા, ચીન અને જપાનને ગણિત, ફિલસૂફી, આકાશદર્શન અને શક્તિપૂજનના પાઠ શીખવ્યા છે. એની વિશાળ સ્થિતિસ્થાપકતામાં સર્વ ફિલસૂફી, સર્વધર્મ કલ્પના અને સર્વ આચારશ્રેણી આવી જાય છે. હિંદુ ધર્મ એ જડ ધર્મ નથી, પરંતુ સદા વિસ્તૃત બનતું સમસ્ત માનવજાતને આશ્રય આપતું લીલું સજીવન વટવૃક્ષ છે. તમારે વૃક્ષની પૂજા કરવી છે? તુલસી, પીપળો, વડ, અરે ગમે તે વૃક્ષને તમે પૂજી શકો છો. તમને આવી જડ મૂર્તિપૂજામાં પ્રભુની મશ્કરી થતી લાગે છે? તમે જરાય મૂર્તિને નમન કરશો નહિ. સર્વવ્યાપક પ્રભુને વગર મૂતિએ તમે હિંદુ રહીને અનુભવી શકશો. મૂર્તિ વગર તમને નહીં ફાવે, એમ ? ભલે નવયુગને અનુકૂળ ઈશ્વર તત્વ નથી એમ લાગતું હોય તોય ભારતમાતાની મૂર્તિ તમે દેશભક્તિમાં શા માટે ન રચી શકો? ભારત માતાનું મદિર બનારસમાં સ્થાપ્યું છે, અને સેંકડો દેશી પરદેશી માનવીઓ એ વિશાળ નકશાનાં દર્શને જાય છે. કર્મમાં માનવું છે? સત્‌કર્મ સદ્‌ફળ આપે જ છે. પુનર્જન્મથી તપને સંતોષ થાય એમ છે? પુનર્જન્મ છે જ ! આ જન્મનાં સંચિતનો પુંજ મૃત્યુ સાથે કેમ અદૃશ્ય થાય !પરંતુ જીવનની એવી પણ ભૂમિકા છે કે જ્યાં કર્મ બળી ને ભસ્મ થાય છે ! અને ઈશ્વરમય બની ગયા પછી પુનર્જન્મની જરૂર છે ખરી ? પ્રાપ્તવ્ય થઈ ગયું. વારુ ! ઈશ્વર નથી એમ તમને લાગે છે? વિચારી જુઓ ! ઈશ્વરની આપણા જીવનમાં અનિવાર્યતા પણ ક્યાં છે? ઈશ્વરે કદી તમને હરકત કરી છે? ભલેને ઈશ્વર ન જ હોય ! ન્યાય અને સાંખ્ય, જૈન મત અને બૌદ્ધ મત ઈશ્વરને પાંગળો, કતૃત્વવિહોણો બનાવી બાજુએ પણ બેસાડી દે છે. આસ્તિકદર્શન સાથે નાસ્તિકદર્શન પણ પ્રખર વિદ્વત્તાથી ભરેલું છે. આમ આર્ય સંસ્કારની પરંપરા મનવિકાસની પ્રત્યેક ભૂમિકાને સ્પર્શી એ પ્રત્યેક ભૂમિકાને એકબીજાની સાથે સુવર્ણ