પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨ : સાહિત્ય અને ચિંતન
 

સાંકળે જોડી રહે છે. વલ્લભાચાર્યનો ભક્તિમાર્ગ ભલે સ્થૂલ લાગતો હોય. એમનું ભાષ્ય જોયું ? શુધ્ધાદ્વેતનું એમનું નિરૂપણ તીવ્રમાં તીવ્ર બુદ્ધિને પણ કસે એમ છે ! અને અર્વાચીન બુદ્ધિચાંચલ્ય સર્વ વિદ્વાનોની કસોટીરૂપ છે. આજનો કોઈપણ બુદ્ધિમાન ‘સુબોધીની’ વાંચી પોતાની બુદ્ધિને કસી શકે એમ છે. આચાર્યોએ માત્ર મૂર્તિ કે પંથજ સ્થાપ્યા છે એમ નહીં; એમણે પ્રચંડ વાદ અને વિચાર શ્રેણીઓ સ્થાપી છે.

[૪]

રખે કોઈ એમ માને કે હિંદુ ધર્મ એટલે ‘અટક, આગળ અટકી જતો, સમુદ્રયાનમાં પ્રાયશ્ચિત્ત માગતો કોઈ સંકુચિત આચાર છે! સમુદ્રની પેલી પાર આવેલા બાલી દેશમાં આજ પણ વેદોચ્ચાર થાય છે. સમુદ્રગમનનો પ્રતિબંધ હોત તો ગાયત્રી બાલીમાં પહોંચી ન હોત ! ચીનમાં વૈષ્ણવ મંદિર બંધાયું ન હોત !

રખે કોઈ એમ માને કે હિંદુ ધર્મ એટલે માત્ર ન્યાત જાતના અસંખ્ય વાડાઓમાં વહેંચાઈ ગયેલી કોઈ સમાજરચના છે ! ન્યાતજાતના ઊંડાણમાં આપણે જોઈશું તો તેમાં ધંધો અગર ભૂગોળ એ બે જ મુખ્ય તત્ત્વો દેખાઈ આવશે. ન્યાત જાત એ અભેદ્ય વજ્રઓરડીઓ હોત તો આટ આટલાં જાતિ મિશ્રણો હિંદુ સમાજમાં શક્ય ન બનત.

રખે કોઈ એમ માને કે હિંદુ ધર્મ એટલે અસ્પૃશ્યતા પોષતો કોઈ અનાચાર છે ! અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મનું અંગ હોત તો સાક્ષાત્‌ ધર્મે ચાંડાલનું સ્વરૂપ ધારણ કર્યું ન હોત અને અસ્પૃશ્યોમાં મહાન ભક્તો જન્મ્યા ન હોત ! અસ્પૃશ્યોને જ્યારે જ્યારે આપણે હીન માન્યા છે ત્યારે ત્યારે આપણને ચમત્કારના આંચકા લાગ્યા જ છે. આજ પણ અસ્પૃશ્યોને અંગે ચમત્કારો જ સર્જાઈ રહ્યા છે.

હિ઼ંદુ ધર્મ એટલે ભાજીપાલો અને અનાજ ખાઈ સહુને ટપલા મારવાનું સાધન આપતા નિર્માલ્યોનો ધર્મ છે એમ રખે કોઈ ધારે ! એના વેદમંત્રોનો ઘોષ વિજયી પ્રજાનો વિજ્યનાદ છે. વળી આહાર એ દેશકાળને અનુસરતું તત્ત્વ છે, નહિ કે કાયમનું તત્ત્વ. આર્યાવર્ત