પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિંદુ ધર્મ : ૧૦૪
 

વિચાર કરતાં યાદ આવે છે.

પરાજિત જર્મનો સાથે વિજયી અંગ્રેજોએ દોસ્તી દાવે ન રહેવું; હારેલા જપાનીઓએ વિજેતા અમેરિકનોને સલામો કરવી, એટલું જ નહિં, પરંતુ પ્રભુ મનાતા જપાનીઝ શહેનશાહે ધમંડી મેક આર્થરને મળવા જઈ તેનો ઘમંડ પોષવો; અનાજ નિયમનના સમયે અમુક પ્રમાણમાંજ ખાવું અને જે મળે તેથી ચલાવવું, બટાટાં વહેંચીને વાપરવાં અને સૈન્ય સાથે સંબંધ ધરાવનારને સામાન્ય જનતા કરતાં વધુ સાધન સગવડ આપવાં. આ બધું યુદ્ધના, સંકોચના, સ્વરક્ષણના વિષમ સમયનું વર્તન છે. અને એમ હોય એ જ સારું અને સાચું છે. એ દૃષ્ટિએ હિંદુધર્મની અનેક ખામીઓ ઓળખી શકાય છે, અને એમ સમજી પણ શકાય છે.

પોતાની મર્યાદામાં આર્ય વ્યવસ્થા મુસ્લિમોને ભેળવી શકી નહિ. મુસ્લિમોની જોરદાર સંસ્કૃતિ આર્ય વ્યવસ્થાને ગળી જાય એવી સમર્થ લાગી. આર્ય વ્યવસ્થાએ કિલ્લા–કોટ બાંધ્યા, જાતિબંધનને સખત બનાવ્યાં; પરદેશગમનમાં રહેલા પરધર્મસંસર્ગથી બચવા માટે અટક સ્થાનો રચ્યાં અને આખી આર્ય વ્યવસ્થાના અંતરંગ વિભાગની સર્વ રેખાઓ સખત બનાવી બહારથી અંદર ઘૂસવાના તેમ જ અંદરથી બહાર નીકળવાના માર્ગનું રોધન પણ કરી દીધું. આપણાં બ્લેક આઉટ–અંધાર પીછોડીના યુગને આપણે ભૂલી શકીએ નહિ. પરંતુ અંધારપીછોડી એ જ બ્રિટિશ સામ્રાજ્યનું મુખ્ય અંગ છે એમ આપણને બ્રિટિશ રાજનીતિ તે કહેવા દે એમ નથી. આર્ય વ્યવસ્થાની ન્યાત જાત સ્પર્શાસ્પર્શની કડક રેખાઓ આવા સ્વરક્ષણની ભાવનામાંથી ઉદ્‌ભવી છે, એ રખે કોઈ ભૂલે.

[૫]

નવા યુગમાં ખ્રિસ્તી સંસ્કૃતિનું આક્રમણ થતાં જ સમન્વય શોખીન હિન્દુધર્મે રામકૃષ્ણ મિશન, સુધારો, બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ, આર્ય સમાજ, થિયોસોફી, અછૂતોદ્ધાર, જાતપાત તોડક વલણ, સંગઠ્ઠન અને શુધ્ધિ, સ્ત્રી–પુરુષની સમાનતા જેવા પ્રશ્નો અને