પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇસ્લામ : ૧૧૫
 

ઊંચી કક્ષાએ પહોંચનાર ઈસ્લામને જડ, ઝનૂની, બુદ્ધિરહિત, અસહિષ્ણુ ધર્મ કહી શકાય ખરો ? ઈતિહાસ એવા આરેાપની પુષ્ટીમાં કશી સાબિતી આપતો નથી. ઈસ્લામ જડહેાક, ઝનૂની હેાત, ધર્માંન્ધ હોત તો આટઆટલી પ્રજાનો એ સ્વીકાર પામી શકયો ન જ હોત. માનવીના હૈયમાં આસ્થા ઉપજાવે, શ્રદ્ધા પેદા કરે, ઉચ્ચ આચારવિચાર પ્રેરે એ તરફ જ માનવી આકર્ષાય. ઈસ્લામના અજબ આકર્ષણમાં જ એની ઉચ્ચતા રહેલી છે. અને ઈસ્લામીઓ પણ બીનઈસ્લામીઓ સરખા માણસ તો છે જ ને ? માણસનાં વિશાળ જૂથને આદર્શ આપી શકે એ ધર્મસરણી અન્ય ધર્મીઓથી તુચ્છકારી શકાય તો નહિ જ. ઈસ્લામ અને ઈસ્લામીઓ બીનઈરલામીઓના પણ માનને પાત્ર હાઈ શકે.

ઈસ્લામ તો વળી યહૂદી અને ખ્રિસ્તી ધર્મ કથાઓને માન્ય રાખીને આગળ ચાલે છે. જગતની ઉત્પત્તિ, શયતાન અને ફિરસ્તાની ભાવના, સ્વર્ગ – નરકની કલ્પના અને માનવીના અંતિમ ભાવિ – કયામતનાં ખ્યાલ ત્રણે ધર્મોમાં સરખાં છે.

એબ્રાહામ - ઈબ્રાહિમ, મેાઝીઝ - મુસા, ઈસુ - ઈસા એ ઈસ્લામના પણ પયગમ્બર છે.

એ સિવાયના ધર્મોમાં અને પ્રજાઓમાં પયગંબરો પ્રભુએ મેાકલ્યા છે. એમ પણ ઈસ્લામ માને છે. કુરાનના એ કથન અનુસાર અન્ય પ્રજાના મહાત્માઓ ઈસ્લામને માન્ય છે.

ઈસ્લામ આ ઢબે તૈા અન્ય ધર્મોનો કટ્ટી વિરાધી હોય એમ દેખાતું નથી. આચારવિચાર અને સીમા એવી કડક અને અભેદ્ય નથી જ કે જેમાં સંસ્કૃતિનો પ્રવેશ થવા જ પામે નહીં

તેમ ન હોત તો ઈસ્લામ Progressive પ્રગતિશીલ બની શક્યો ન હોત.

ઈસ્લામ શું પ્રગતિશીલ છે ?

ઘણા બીનઈસ્લામીઓ ચકિત બની કદાચ એ પ્રશ્ન પૂછે. સામે બીજો પ્રશ્ન આવીને ઉભા રહે છે.

શું કોઈ પણ ધર્મ – હિન્દુ, બૌદ્ધ, ઈસ્લામ, ખ્રિસ્તી કે યહૂદી