પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇસ્લામ : ૧૧૯
 

આવરી લેતો નથી. એકલ ધર્મ જગતને સાંકડો પડે છે અને પ્રત્યેક ધર્મમાં એટલી ઉદારતા તો છે જ કે અન્ય ધર્મોની સાથે એકતા સાધી શકે–ધર્મીઓમાં એ ઉદારતા ભલે ન હોય!

અને ઈસ્લામની ઉદારતા પણ જાણીતી છે. હિંદનો જ દાખલો જોઈએ. આખો ભક્તિમાર્ગ ઈસ્લામની રાજકીય શ્રેષ્ઠતાના યુગમાં જ ખીલ્યો છે. રામાનુજ, ચૈતન્ય અને વલ્લભાચાર્ય જેવા આચાર્યો પણ હિન્દના ઈસ્લામ યુગનાં જ ફળ છે! એ ઈસ્લામને ઝનૂની, અનુદાર અને ધર્માંધ કહેતાં એ આખો ઇતિહાસ આપણને રોકે છે!

ઇસ્લામનો પ્રચાર હિન્દુઓને ભયભીત બનાવે છે, નહિં? ભયની જરૂર નથી. હવે ધર્મપલટો નહિ પણ ધર્મસમજનો યુગ આવી રહ્યો છે.

સાચામાં સાચો પ્રચાર એ પ્રચારકનું જીવન. પયગમ્બર સાહેબનું જીવન એ સાચામાં સાચો ઈસ્લામી આચાર. આજ કરોડોની સંખ્યા ઇસ્લામ સ્વીકારી રહી છે એનું રહસ્ય એ જીવનમાં રહેલું છે.

ઇસ્લામના અનુયાયીઓ એ મહાન પયગમ્બરના જીવનનું દૃશ્ય આંખો સામે રાખી જીવન જીવશે તો ઇસ્લામની વ્યાપકતા સર્વત્ર વિસ્તરીને રહેશે.