પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસા:સંસ્કૃતિમાં તેનું સ્થાન : ૧૨૧
 

શકે એવાં જીવનનાં આવશ્યક તત્ત્વોને હિંસાથી ક્રમશઃ દૂર કરવામાં મનુષ્ય કેવી રીતે સફળ થયો અને એ સફળતાના પ્રમાણમાં તે અન્ય પશુઓથી શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી ઉન્નતિના ઉચ્ચ શિખર ઉપર આજે કેવી રીતે સ્થાપિત થયો, એનો વિયાર કરવો જરૂરનો છે. અન્ય પ્રાણીઓ જ્યારે Perpetuation of species જાતીય આવૃત્તિની ભૂમિકાથી આગળ વધતાં નથી, ત્યારે મનુષ્ય તે ભૂમિકા પ્રાપ્ત કરી એથી આગળ વધી પ્રગતિનો માર્ગ ઝાલ્યો છે. પશુઓની માફક જાતીય સંરક્ષણને માટે આવૃત્તિના માર્ગ વટાવતાં માનવજાત વિવિધ ભૂમિકાઓમાંથી પસાર થઈ છે, અને વિવિધ ભૂમિકાઓએ પહોંચતાં હિંસાનું મહત્ત્વ કેવી રીતે ઘટતું ગયું, તે સમજવા માટે પોષણ, રક્ષણ અને ઉત્પત્તિને છૂટાં પાડવાથી તેમના અને હિંસાના સંબધ વિચારવો સહેલ થઈ પડશે.

પ્રથમ આપણે પોષણ અને હિંસાના સબંધનો વિચાર કરીએ.

મનુષ્યજાતનો મોટો ભાગ હજી માંસાહારી છે, એ ભૂલવાનું નથી. પેાષણના તત્ત્વમાં માંસાહાર એ અલબત હિંસાનો પ્રકાર છે. પરાપૂર્વથી હિંસા દ્વારા પોષણ મેળવવાની આપણી ટેવ હજી ગઈ નથી. પરંતુ મનુષ્યજીવનના પ્રભાતકાળે માંસ સિવાય બીજો આહાર જેને જડી શકતો ન હતો, તે મનુષ્ય આજે માંસ વિના બીજી અનેક વસ્તુ ઓમાંથી પોષણ મેળવી શકે છે.

પ્રાથમિક કાળમાં રક્ષણનું કામ એટલું મુશ્કેલ હતુ કે મનુષ્ય જે મળે તેનું ભક્ષણ કરી લેતેા. તેને ખોરાક વિષે સારાસાર વિચાર કરવાની કુરસદ મળતી નહિ. અન્ય પશુ–પ્રાણીઓ સાથે લડતાં વઢતાં જેને તે મારતો તે જ તેનો ખોરાક બની જતું. પોતાનું સંરક્ષણ થયાના ઉત્સાહમાં તે મરનાર જાનવરને કાચું ખાઈ જતો, અને અખંડ પરિશ્રમ ભરેલી જિંદગી ગાળતાં આવાં પ્રાણીઓને હજમ પણ કરી શકતો.

જીવનની આવી અવ્યવસ્થિત રચનામાં પણ હિંસા ઉપર એક અંકુશ રાખેલો હતો. સ્વજાતિનાં બીજાં મનુષ્યોને મારી ખાઈ જવાનાં દષ્ટાંતો હજી ઓસ્ટ્રેલિયાની ભયંકર ઝાડીઓમાં અગર મધ્ય