પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસા:સંસ્કૃતિમાં તેનું સ્થાન : ૧૨૫
 

વિજયધ્વજ છે. સંસ્કૃતિ જેમ જેમ પેાતાની ભૂમિકા બદલતી જાય છે, તેમ તેમ હિંસા કરવાનાં કારણો ઓછાં થતાં જાય છે. જંગલી અવસ્થામાં મનુષ્ય ઉપર સ્વજાતીય અહિંસાનો અંકુશ હતો; માણસનો ખારાક માણસ ન હતો. આથી આગળ વધી ગોપભૂમિકામાં પ્રવેશ કરતાં જાનવરોની કેટલીક જાતો ખોરાકના સ્વરૂપમાંથી મુકત થઈ અને છેવટે આ અહિંસાએ ધીમે ધીમે મનુષ્યજાતને ફૂષિજીવનનાં દ્વાર ખોલી બતાવી આપ્યું, કે ખોરાક માટે કતલખાનાંની હવે બિલકુલ જરૂર રહી નથી.

મનુષ્યજાતના પોષણ માટે કૃષિજીવનમાં આટલી બધી શકયતાઓ હોવા છતાં જગત હજી માંસાહારી મટ્ંયુ નથી એ વાત અત્રે ભૂલવી ન જોઈએ. હિંદુસ્તાનના થોડા ભાગ સિવાય આખી દુનિયામાં હજી માંસાહાર પ્રચલિત છે. પરંતુ આપણે એ પરિણામ આગળ આવી ઊભા છીએ કે જ્યારે માંસાહાર એ જગતનો એક જ અને મુખ્ય આહાર મટી ગયો છે. વનસ્પતિ આહારે તેનું મુખ્ય સ્થાન નષ્ટ કર્યું છે એટલું જ નહિ, પરંતુ આહાર તરીકે સ્વીકાર પામવા માટે માંસને વનસ્પતિની સંપૂર્ણ સહાય લેવી પડે છે; વનસ્પતિ–આહારના સ્વરૂપમાં સંતાવું પડે છે. વનસ્પતિ અને તેજાનાની મદદ વગર માંસથી કોઈની થાળીમાં આવી શકાતું નથી, અને માત્ર ટેવ કે શોખ તરીકે તે અસ્તિત્વ ભાગવે છે. અહિંસાનો આ વિજય નાનો સૂનો નથી.

વનસ્પતિમાં જીવ અને લાગણી હોવા બદલની જગદીશ બોઝની સંભાવના અહિંસાના સિદ્ધાંતને નિર્બળ કરે છે, એમ માનવાનું કારણ નથી. જીવતાં પ્રાણીઓનાં જન્મ, ઉછેર અને મરણની ક્રિયા કરતાં વનસ્પતિનાં જન્મ, મરણ અને ઉછેર-ક્રિયા જુદી રીતે થાય છે; છતાં બોઝની સંભાવના સિદ્ધ થઈ વનસ્પતિમાં પણ જીવંત પ્રાણીઓ સરખી લાગણી હોવાની માન્યતા દઢ થશે, તેા સંસ્કૃતિમાં આગળ વધવા ઇચ્છતા જનસમાજે પોતાના પોષણ માટે અલબત્ત બીજ અહિંસાના માર્ગ ખોળવા જ પડશે. એમાં અહિંસાએ ગભરાવાની જરૂર નથી. આ માર્ગમાં આજ પણ પ્રયોગો નહિ થતા હેાય એમ માનવાનું કારણ નથી.