પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસા:સંસ્કૃતિમાં તેનું સ્થાન : ૧૨૭
 

માંસાહારી પ્રજા એ આહારને જ કારણે વધારે શૂર કે સાહસિક બની હોય માંસાહારની પાછળ રહેલી ભાવનામાં માંસાહાર માનવીને જોરદાર, મૃત્યુને ન ગણકારે એવો અને ભયરહિત બનાવી દે છે એમ પણ કેટલાકની માન્યતા છે. ખોરાકમાં આવતાં પશુપક્ષીને મારવામાં કશી બહાદુરી વિકાસ પામતી હોય એમ લાગતું નથી. સરળતાથી પકડાતાં બંધાતાં પશુ પક્ષીઓને કાપવામાં, પક્ષીઓનાં ઇંડાં ફોડવામાં, બતક મરઘી ચૂંથવામાં કે ઘેટાં બકરાં કે મરેલાં માછલાં ખાવામાં સાહસ કે શૌર્યના પાઠ ખાસ આવડી જતા હોય એમ માનવું એ એ વધારે પડતું લાગે છે. વળી એ જાનવર મારવાનું વીર કાર્ય - માંસાહારીઓ કરતા નથી. ખાટકીઓ,કસાઈઓ તથા બબરચીઓ ધંધા તરીકે બહાદુરીના તલપૂર પણ ભાન વગર, એ કાર્ય કરે છે. અને કદાચ બહાદુરી હોય તો પણ તે મારનારમાં હેાય, માત્ર જમનારમાં એ બહાદુરી ન જ આવે. મારે કોઈ અને બહાદુરી બીજામાં આવે એમ બન્યું કદી જાણ્યું નથી.

માંસાહારમાં જ એવા ગુણ છે કે તેથી માણુસ આપોઆપ બહાદુર બની જાય એમ પણ કાઈની ભ્રમણા હાય છે. ખોરાકના વિવિધ ગુણ હોય છે એમાં શક નહીં. પરંતુ મૃત્યુ પ્રહાર ખમતા પશુના દેહમાં લાગતો ઝટકો તેના આખા દેહમાં ભયનું એક વિષ ફેલાવે છે એમ કહેતા વિરૂદ્ધ પક્ષની વાત પૂરવાર ન થઈ હેાય તો પણ ઉગ્ર અને તામસ માનસ વિકસાવતો માંસાહાર પોતાના કયા ગુણથી શૌય વધારે છે એ પણ સમજમાં આવતું નથી. ઉગ્રતા અને તામસ સ્વભાવ એ બહાદુરીના વિરેાધી અંશો છે. રોગીષ્ટ દેહ, બળિયેલ સ્વભાવ, અને ઈર્ષાભરી વૃત્તિમાંથી એ ઉગ્રતા અને તામસ મન વિકસી રહે છે. જગતને માનવતા તરફ વાળવું હોય તેા એવા માનસને ફેરવી વધારે ઉદાર, કુમળું, સંસ્કારભર્યું અને શાંત બનાવવું પડશે. માંસાહાર તામસ વિકસાવતો હોય તો તેને છોડવો જ જોઈએ. એ આહારમાં કશી જ બહાદુરી નથી, એ તો આપણે સહેજ વિચાર કરતાં સમજી શકીએ એમ છે.

બર્નાર્ડ શે। જેવા બહાદુર સાંસ્કૃતિક બળવાખોર બીજો જડવો