પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮ : સાહિત્ય અને ચિંતન
 

મુશ્કેલ છે. એ વનસ્પતિઆહારી હતો. હિટલર કે મુસેાલિનીની યુદ્ધશક્તિ વિષે ભાગ્યે જ બે મત હેાય. એ માંસાહાર કરતા જ નહીં. આખી બ્રિટિશ સલ્તનતની સામે એકલે હાથે ઝૂઝવાની સતત તૈયારી બતાવી રહેલા ગાંધીજીનું શૌર્ય કોઈ પણ મહારથીને શરમાવે એવું છે. એ ગાંધીજી માંસાહારી નથી, એ તે આખું જગત જાણે છે. આમ એટલું તો જોઈ શકાય કે માંસાહાર બહાદુરી માટે આવશ્યક છે એ કથનને ઈતિહાસ, શાસ્ત્ર અને નિત્ય વ્યવહારને જરાય ટેકો નથી.

આમ ખોરાક માટે હિંસાની જરૂર નથી એ એક વાત, અને હિંસામય ખોરાક વગર શૌર્ય ધટતું ચાલે એ માન્યતા ભ્રમણા જ માત્ર છે એ બીજી વાત. પોષણની બાબતમાં હિંસા હવે અનાવશ્યક બની ગઈ છે. આપણી જૂની જંગલી અજ્ઞાન અવસ્થાની ટેવનો એ એ માત્ર એક ભણકારો છે.

પોષણના ક્રમમાં અહિંસાનું કયું સ્થાન છે, તે આપણે જોયું. પ્રગતિનો ઈતિહાસ સ્પષ્ટ સૂચવે છે કે જેમ સંસ્કૃતિમાં આપણે આગળ વધીએ છીએ તેમ હિંસાની જરૂરિયાત ઓછી થતી જાય છે. અત્યારે ખોરાક ઓછો છે એમ નથી. પણ ખોરાક સર્વને મળતો નથી એ બૂમ છે. હિંસાનો માર્ગ તો આપણે વટાવી બાજુ ઉપર મૂક્યો છે.

વસ્તુઓની કિંમત અન્ય વસ્તુઓથી અંકાતી Batter System) જ્યારથી બંધ પડી, અને ચલણી નાણું (Legal Tender) એ જ્યારથી વ્યવહાર અને વ્યાપારના મધ્યબિંદુ તરીકે મનાયું. ત્યારથી ભંડોળવાદ (Capitalism) શરૂ થઈ ચૂક્યો. વર્તમાન જગત કૃષિ ભૂમિકામાંથી ઔદ્યોગિક ભૂમિકા (Industrialism ) ઉપર આવતાં આ ભંડેાળવાદે ક્રૂર સ્વરૂપ ધારણ કર્યુંં. ખોરાક માટે નહિ પરંતુ ખોરાકનાં સાધનો મેળવવા માટે આજ આપણે પ્રયત્નશીલ થવું પડે છે. ખેારાક પૂરતો છે. કામની વહેચણીને અંગે તેને ઉત્પન્ન કરનાર ઉત્પન્ન કર્યે જ જાય છે પરંતુ તે સર્વને મળતો નથી. ગરીબો અંગમહેનતથી ખોરાક ઉત્પન્ન કરે છે, પરંતુ તે ખોરાક તેમને માટે પણ રહી શકતો નથી. ધનવાન વેપારીઓનું ધન એ