પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨ : સાહિત્ય અને ચિંતન
 

પોતાનો જ ન્યાયાધીશ બનતો અટકી ગયો. પોતાનો હિંસા અધિકાર તેણે છોડી દીધો. આમ સમાજનો વિકાસ અહિંસાને જ વધારતો જાય છે.

હિંસા ગોત્ર બહાર તો ચાલી ગઈ. ગોત્રમાં સમાતી વ્યક્તિઓએ પોતાને માટે અહિંસા સ્વીકારી લીધી. પરંતુ એક ગોત્ર અને બીજા ગોત્ર વચ્ચેના સ્વાર્થઘર્ષણ પ્રસંગે હિંસા જ પ્રથમ દર્શનીય ઈલાજ તરીકે આગળ થાય છે. જમીન માટે, મિલકત માટે, એક ગોત્ર બીજા ગોત્રની સામે હિંસાનો ઉપયાગ માન્ય રાખે છે. અને અંતેવિવિધ ગોત્રો પરસ્પર લડી, ઝઘડી થાકે છે; લડતાં ટોળામાંથી મિત્ર ટોળાં બનાવે છે, અને યુદ્ધની નિરર્થકતા કે લાભની અલ્પતા સમજતાં એક નિશ્ચિત ભૂમિકા ઉપર આવે છે, જ્યાં તેમને સમજાય છે કે ગોત્ર કે ગોત્રના સ્વાર્થ માટે હિંસા કામની નથી, જરૂરની પણ નથી. આ સત્ય તેમને ધીમે ધીમે સમજાય અંતે મૈત્રી–સંબંધ વધે તેમ જુદાં જુદાં જૂથ એકબીજાની સાથે ભળી જાય છે, અને વિવિધ ગોત્રો ભેગાં થતાં આપણે માનવ–વિકાસની clan અગર tripe જાતિ વિશિષ્ટતાની ભૂમિકાએ પહોંચીએ છીએ. જાતોનું બંધારણ ઘડાતાં અંહિસાનું વર્તુળ નાનકડા ગોત્રોથી આગળ વધે છે, અને ગોત્ર સમૂહના પરિણામ સરખી આખીયે જાતને તે પોતાની મર્યાદામાં સમાવી દે છે. આમ જે અહિંસા કુટુંબમાં મર્યાદિત હતી, જે અહિંસા વિસ્તૃત બની ગોત્રમાં મર્યાદિત થતી હતી, તે હવે આખી જાતને પોતાને આશ્રયે લઈ લે છે. જાતમાં ભાવનાનો પ્રથમ નિયમ જ એ રચાય છે કે સ્વજાતિની હિંસા દુષિત છે એટલું જ નહિ તે ગુન્હો પણ છે. સમગ્ર જાતિનું રક્ષણ એ સર્વની ફરજ ખરી અને તેને માટે અન્ય દુશ્મન જાત સામે સમગ્ર આક્રમણ કરી શકાય. પરંતુ જાતની અંદર કોઈને પણ હણવો એ અક્ષમ્ય અપરાધ તરીકે લેખાય છે. એમાં તો હિંસા વપરાય જ નહીં.

આમ એકલવાયો મનુષ્ય સ્વરક્ષણ અર્થે કુટુંબ રચે છે, એકલવાયું કુટુંબ સ્વરક્ષણ અર્થે ગોત્ર રચે છે, અને એકલપણામાં નિર્બળતા અનુભવતાં ગોત્ર હિંસા છોડી અન્ય ગોત્રોમાં ભળી જઇ એક આખી જાત ઊભી કરે છે, કૌટુંબિક અહિંસા આમ ફેલાતી