પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસા:સંસ્કૃતિમાં તેનું સ્થાન : ૧૩૫
 

નથી. પોતાના વિજય ચિન્હ તરીકે આહિંસા વગર બોલ્યે કુટુંબ સરખી સંસ્થા ખીલવે છે, ક્રાઈસ્ટ કે બુદ્ધ સરખા માનવ દેવો આપણી વચમાં ઉપજાવે છે, રામાયણ સરખાં કાવ્ય કોઈની કલ્પનામાં ઉઘાડે છે, વીણા સરખું વાંજિંત્ર જગત આગળ ધરે છે, ગીતા સરખું ગંભીર તત્ત્વજ્ઞાન કોઈની પાસે ગવરાવે છે અગર ઈલોરા કે અજન્તાની વજ્રછાંટમાંથી અદ્ભુત માનવ મૂર્તિઓ કોતરાવી આપે છે. આ બધાં વિજય ચિન્હો ઊભાં કરીને પણ અહિંસા એમ કહેતી નથી કે તેણે આ સઘળું કર્યું.

આનો અર્થ ભાગ્યે જ કોઈ એમ કરે. કે એક જાત બીજી જાત સાથે અને એક પ્રજા બીજી પ્રજા સાથે હિંસા રહિત ભાવ રાખી રહેલી છે. રાજ્યસત્તા, ધર્મસત્તા, વર્ગસત્તા વગેરેને નામે જગતને શરમાવનારા અનેક ખૂનખાર ઝઘડાઓ થયા છે. રાજ્યધર્મ અને પ્રજાને નામે મનુષ્યોએ પોતાના પાશવ સ્વભાવનું ખૂબ પ્રદર્શન કરાવ્યું છે. છતાં એટલું તો ચોક્કસપણે સમજી લઈએ કે રક્ષણ અર્થે માનવીએ અહિંસાનો આશ્રય લઈ કુટુંબ મેળવ્યું, ગોત્ર મેળવ્યું, જાત મેળવી, અને પ્રજા મેળવી. જેમ કુટુંબનો એક માણસ હિંસાદ્રારા પોતાની ઉન્નતિનો અવકાશ જોઈ શકતો નથી, તેમ એક પ્રશ્નમાં ગોઠવાઈ ગયેલો માનવસમૂહ પણ પરસ્પરની હિંસાદ્વારા પોતાની ઉન્નતિની શક્યતામાં માનતો નથી કટુંબી બનવું હોય તો હિંસા છોડ્યે કુટુંબ રક્ષણ મળે. એજ પ્રમાણે સમગ્ર પ્રજાનું રક્ષણ જોઈતું હોય તો, પ્રજાની વ્યક્તિએ વ્યક્તિ પૂરતી હિંસા અવશ્ય વર્જ્ય કરવી જોઈએ. અંદર અંદર હિંસા કરનાર કુટુંબી કે પ્રજાજન કુટુંબ કે પ્રજાનું રક્ષણુ પામતો નથી. તેને પ્રજાનુ રક્ષણ જોઈતું હોય તો એક જ શરત કે તેણે પોતાના પ્રજા સમૂહ પરત્ત્વેની હિંસા વર્જ્ય કરવી.