પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમદ્ ભગવદ્‌ગીતા ૧૩૭
 


ગીતા શું સાચે જૂનવાણી છે ? કે વર્તમાન કાળને પણ સ તા કૃષ્ણ- મુખ સરખા સદાય યૌવનભર્યા જીવતા નગતા શાશ્વત ખેાલ છે ? જૂનવાણી સતત નવીન બનતી રહે તેા એને જૂનવાણી ન જ કહેવાય

वेदाहं समतीतानी वर्तमानानि चार्जुन |
भविष्याणि च भूतानि .......(७-२९)

ભૂત વર્તમાન અને ભવિષ્યને આમ એક જ બાથમાં ભરતા એ મેાલ આર્યો માટે તા અમર છે. નવીનતા વગર અમરત્વ હેાય જ નહિં. જૂનવાણી મરે છે. પાંચ હાર ભૌતિક વર્ષો પરવારી ગયાં છે. એ સહુને સજીવન કરતા ગીતાના મહામેાલ આજપણુ આતાને ઊભી રાખી શકયા છે. આતાને જીવંત રાખતા ખેાલ સદા નવીન છે. લખાણ વર્ષ બતાવી શું ગીતાની કુરાન કે બાઇબલ ઉપર શ્રેષ્ઠતા સાબિત કરવાની તા આ પ્રવૃત્તિ નથી ? આજ કાઇને ધર્માભિમાન ન પણ ગમે. ભારતની સરકાર પણ ભારતીય ધર્મીમાં ભય જોતી બની ગઈ છે. છતાં

अहं सर्वस्य प्रभवो मत्त: सर्व प्रवर्त्तते

એ વાકયને સખાધતી ગીતાને કાઈના ઉપર સરસાઇ કરવાની જરૂર નથી.

अहमादिस्च मध्यं च भुतानामंत एव च |(१०-१०)

એમ ભૂત ભવિષ્ય અને વર્તમાનને એક જ સાંકળે જોડતી ભાવનાને પાંચ હજાર વર્ષની પુરાણતા પ્રત્યે જરાય મેહુ ન હાય. એને કશું પુરાણ પણ નથી અને કશું નવીન પણ નથી.

यधद्विभूतिमत्सत्वं श्रीमद्व्र्जिंत मेव वा ।
तत्त्देवायगच्छत्वं मम तंजोंशसं भवम् ।। (१०-५१)

એમ જગતભરની વિભૂતિને પોતાની બનાવતી આ કુરાન અને બાઇબલ જેવા મહામાલને પણ પાતાના જ મહામાલ માની અપનાવે એમાં નવાઈ નથી. આ ભાવનામાં જૂનવાણી ન હોય.