પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમદ્ ભગવદ્‌ગીતા ૧૪૩
 

અનેક અંતરા અને આભોગ રચાય. પરંતુ મૂળ જમાવટ तो ગીતાની જ. એ આપણી આર્યઅસ્તાઈ એ આપણું આર્યત્વપદ.

[ ૩ ]

ગીતાને હિંંદુઓ તો ઓળખે. પરંતુ ગીતાને બૌદ્ધ, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મોના સાચા અનુયાયીઓએ પણુ અભ્યાસનું માન આપ્યું છે.

મેકસ મ્યૂલર, મોનિયર વિલિયમ્સ, ગેટે અને શીલર જેવા મહાકવિ અને પ્રાચ્ય વિદ્યાના અભ્યાસીએએ ગીતામાં પૌર્વાત્ય સંસ્કારોનો આત્મા દીઠો છે. અંગ્રેજોને પાલે પડયા होઈએ ત્યારે આપણે જર્મનીને ભલે દુશ્મન તરીકે ગણીએ; એ દુશ્મનાવટ અચળ નથી. આવતી કાલ આપણે પાછા મિત્ર બની જઈશું. અને

समोहं सर्वभूतेषु( ९-२९ )
समा: शत्रौ च मित्रे च (१२-१८)

નું ઉદબોધન કરનાર ગીતાને જ શોભે. એટલે બ્રિટિશ બાંધ્યુ હિંદ જર્મનીને કોઇવાર દુશ્મન ભલે કહે. એના હ્રદયમાં જર્મની માટે કેાઈને યે માટે દ્વેષ કે ખાર તો ન જ હોય. આર્યોના અંશ કે વંશ સ્વીકારી સ્વસ્તિકની પૂજા કરતા જર્મનીને એ માર્ગે લઈ જનાર અનેક વિદ્વાનેામાંનો હંબોલ્ટ નામક એક વિદ્વાન કહે છે કે:

'જગતના સૌથી વધારે વંચાતા ગ્રંથોમાં ગીતા જર્મનીમાં અગ્રસ્થાન ભોગવે છે.

ચીનમાં ગીતાનો અનુવાદ લઈ જનાર સાધુનું નામ પણ વિસરાઈ ગયું છે અને ગીતા કૃષ્ણને નામે એ સાધુને ‘ કિસનજી ’ તરીકે જ ઓળખાવે છે.

બાલી જેવા પ્રદેશમાંથી ગીતાની સંસ્કૃત પ્રત હાથ લાગી છે. ગીતા વેદનો બાલીમાં ઉચ્ચાર થાય છે.

ઉપનિષદનું ફારસીમાં ભાષાન્તર કરનાર ઉદાર મુસ્લિમ શાહજાદા દ્વારા શીકોહ-ઔરંગઝેબના મોટાભાઈએ ગીતા માટે કહ્યુ છે કે: