પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમદ્ ભગવદ્‌ગીતા ૧૪૫
 

રહેલા ગીતાના સ્થાનનો વિચાર કરીએ,

આપણી નજીકમાં આપણી પ્રથમ દૃષ્ટિ તો આજકાલ સ્વાભાવિક રીતે જ મહાત્મા ગાંધી ઉપર પડે. ગીતા એ ગાંધીજીને પ્રિય ગ્રંથ. એમની પ્રાર્થનામાં સાંખ્ય યેાગવાળા બીજા અધ્યાયમાં વર્ણવાયલાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ નિત્ય ગવાતાં. અને જવાહરલાલ સરખા નાસ્તિક બુદ્ધિમાનને પણ એ પ્રાર્થના અને ગીતાગુંજનની ઉન્નત અપાર્થિવ અસરને સ્વીકાર કરવો પડયો છે એ જવાહરલાલની પેાતાની આત્મકથામાં જ કહેવાયું છે. મહા આસ્તિક ગાંધીજી જ્યારે ત્યારે ગીતાનો આશ્રય લેતા. તે પેાતે જ કહે છે કે:

“જ્યારે જયારે હું બહુ ભારે મુશ્કેલીઓ વચ્ચે ઘેરાઈ જાઉં છું ત્યારે ત્યારે હું ગીતામાતાની પાસે દોડી જાઉં છું.'

કવિ નાનાલાલ ‘ગુજરાત’ નામના કાવ્યમાં પણ 'ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ ’ ગુજરાતમાં છવાયાનું વર્ણન કરે છે.

અરવિંદ ઘેાષના પૂર્ણયાગની પાછળ ગીતાની પાર્શ્વભૂમિકા રહેલી આપણે જોઈ શકીશું.

લેાકમાન્ય તિલકે પેાતાના કારાવાસમાં ગીતાના કર્મયોગ ઉપર મૂકેલો ભાર અભ્યાસીઓનું હજી પણ આકર્ષણ છે.

આપણા આ ત્રણે મહાન રાજનીતિજ્ઞો તો આમ ગીતાના અનુયાયીઓ હતા. એ જાણવા અને સમજવા સરખું છે. ત્રણેનો અંગ્રેજી કેળવણીનો જીવંત પરિચય છતાં પ્રેરણા ગીતાની.

વીસમી સદીની શરૂઆતના ઉગ્ર રાજકીય વાતાવરણે ઉત્પન્ન કરેલા બોંબધારી ક્રાંતિકારી યુવકો માર્ગ ભૂલ્યા હતા કે કેમ એ પ્રશ્નની ચર્ચા અસ્થાને છે. એમની દેશભક્તિ અને આત્મભોગ પ્રેરનાર ગીતા હતી, એ વાત અત્યારે મહત્ત્વની છે. ગીતાને હાથમાં લઈ ફ્રાંસીને માંચડે પ્રસન્નતાપૂર્વક ચઢી જનાર ક્રાન્તિવાદી ગીતાના ગૌરવનું એક પરિણામ છે એમાં શક નહિ, ગીતાનો સાચો અનુયાયી એમ જ કરે.

એની બેસંટ અને થિયોસોફીના સંપ્રદાયે આપણા આર્ય ધર્મને સમજાવવા માટે કરેલો પ્રયત્ન ખરેખર પ્રશંસનીય છે. હિંદુત્વની આર્યત્વની જાગૃતિમાં એમનો સારો ફાળો આપણે સ્વીકારવો જ સા ૧૨