પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમદ્ ભગવદ્‌ગીતા ૧૪૭
 

કરશે એમ લાગે છે. શેકસપિયર સાહિત્યકાર અને ગીતાકાર સાહિત્ય-દેવતા. સાહિત્ય દેવતાના સાચા ઉચ્ચારણમાં ફિલસૂફી છે, છતાં એનો મોહ નાટકો કરતાં ઓછો નથી એ શું નવાઈ ન કહેવાય ?

ગીતા વાંચવા સહુ કોઈ પ્રેરાય છે. ગીતા વિષે વિવેયન કરવા એ વાંચનાર પ્રેરાય છે. લખવામાં અને બોલવામાં પણ ગીતાનો આધાર લેવાય છે. અને ગીતા જીવન જીવવાના પ્રયત્નો તો કેટકેટલાયે થતા હશે ! એ પ્રયત્નો સફળ કે અફળ એ પ્રશ્ન આપણે બાજુએ મુકીએ. છતાં ગીતાના સિદ્ધાન્તો પ્રમાણે જીવન ઘડતા માનવીઓનો સમુદાય આપણે વિચારીશું તો આપણને ગીતાની સજીવન અસરનો વધારે ખ્યાલ આવશે.

नहि कल्याणक्रुत्कस्चिदुर्गतिंतातगच्छ्ति (६-४૦)

ગીતાજીવન જીવવાના નિષ્ફળ પ્રયત્નો પણ ઊર્ધ્વ ગતિ પ્રેરે છે. સફળતા એ પરિણામ. સાચી વસ્તુ એ તો પ્રયત્ન. અનેક નિષ્ફળ પ્રયત્નોની પાછળ સફળતા સમાયલી છે. ગીતાજીવન જીવવાના પ્રયત્નોની નિષ્ફળતા તરફ આપણે ન જોઈએ. એ નિષ્ફળ કહેવાતા પ્રયત્નોમાં જ ગીતાનું ચિરંજીવી સ્થાન છે.

આર્ય સંપ્રદાયોએ તો ગીતાનું પરમ મહત્ત્વ સ્વીકારી લીધું છે. ગીતા ઉપર ભાષ્ય ન રચાય ત્યાં સુધી કેાઈ સંપ્રદાય ન સ્થપાય ન કોઇ આચાર્ય પદ ધારણ કરી શકે. પ્રસ્થાનત્રયી એ આપણી આ ફિલસૂફીનો સ્થંભ. એ ત્રણ પ્રસ્થાનો-પ્રગતિસૂચક વિચાર ઉડ્ડયનેામાં ગીતાનું સ્થાન. એટલા ઉપરથી જ ગીતા આર્યધર્મ સાથે કેટલી નિકટ જડાયલી છે તે આપણે સમજી શકીશું.

રામાનુજ, મઘ્વ, શંકર, વલ્લભ એ આપણા આર્ય સંપ્રદાય, આચાર્યો. દ્વૈત, શુદ્દાદ્વૈત, કેવલાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈતને નામે એાળખાતા આ ચારે સંપ્રદાયો ગીતા ઉપર ભાષ્ય રચીને સ્થપાયા છે. જીવ અને શિવ, આત્મા અને પરમાત્માના સંબંધ ઓળખાવનાર આપણા પંથો અને માર્ગ પરસ્પરથી વિરોધી નહિં તે પરસ્પરથી વિભિન્ન ભાવનાઓ, ફિલસૂફો અને વિચારશ્રેણી ધડી કાઢે એમાં ગીતાની સર્વ સ્થિતિને