પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમદ્ ભગવદ્‌ગીતા ૧૫૩
 

આપણી પ્રગતિમાં મંદતા દાખલ કરીએ છીએ. ગીતાએ એ મંદતા ટાળવા બહુ સરળ રસ્તો બતાવ્યો છેઃ

पत्रं पुष्पं फलं तोयं (९-२६)

ગીતા આમ માનસશાસ્ત્રનેા મહાગ્રંથ બની જાય છે. એમાં કાયરતાને સ્થાન નથી; એ વીરોયિત બાધ છે, કાયરને વીર બનાવતો બોધ છે. એની દષ્ટિએ માનવતા એ વ્યક્તિગત પ્રયત્ન અને વિકાસ ઉપર આધાર રાખી રહેલો સામાજિક ધર્મ છે. એ આચારમાં મૂકવાનો ધર્મ છે. ગીતાબેાધિત આચારમાં ભ્રષ્ટતા પ્રવેશી અને આપણે પરાધીન બન્યા. આપણી રાજકીય પરાધીનતા આપણી વ્યક્તિગત, આપણી આંતિરક કાયરતાનું જ પરિણામ છે. ગીતા એ વ્યક્તિગત, રાષ્ટ્રીય અને જગતભરની મુક્તિનો માર્ગ દર્શાવે છે. એનો સહુથી પહેલો બોધ

अभयं सत्वसं शुद्धि (१६-१)

આપણામાં અભય છે ? હેાય તેા આપણે બેડીજડયા ન જ હોઈએ.

આમ ગીતાનું વાચન અને મનન અનેક પ્રકારની વિચારસરણીઓ પ્રેરવાની શક્તિ ધરાવે છે. એમાં કાઈ વિદ્વાનો આધ્યાત્મિક ઘર્ષણ જુએ છે. મહાભારત એ નિત્ય યુદ્ધ છે, દૈવી અને આસુરી સંપત્તિ વચ્ચેનો એ સનાતન વિરોધ છે. એમ પણ કહેવામાં આવે છે કે કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણે માર્ગનો એમાં સમન્વય થયેલો પણ પૂરવાર કરવામાં આવે છે. કર્મકાણ્ડની જડતા ઉપર ખરે ગીતામાં વારંવાર ઠોક પાડવામાં આવ્યા છે, અને કર્મના બાહ્ય સ્વરૂપે પ્રગટ થતા યજ્ઞ ઉપર બહુ જ સુક્ષ્મતાભરી સમાલેાચના તેમાં છેઃ

यज्ज्नशिष्टा शिन: संतो मुच्यंते सर्वकिल्बिषै: (३-१३)

યજ્ઞનું બચેલું જ જમવાનો આપણને અધિકાર સમજાવી યજ્ઞમાં રહેલી સ્વાર્થની આહુતિ આપણા સમક્ષ પ્રત્યક્ષ કરી છે, અને

क्रिया विशेषबहूलां (२-४५)