પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમદ્ ભગવદ્‌ગીતા ૧૫૫
 


લીધી છે—કહો કે ગીતાએ વર્તમાન નેતાઓને પણ અપનાવ્યા છે. એ ગીતામાંથી આપણે આપણી માનવતા-ખેાવાયલી માનવતા શોધીએ. ગીતા એ માનવતાની મહાખાણ છે, માનવતાનો એ અખૂટ ખજાનો છે. વાપરતાં વધે એવો એ આપણો જ્ઞાનભંડાર છે.

એ ગીતા ગંગાને જગત ઉપર પ્રવાહિત રાખવાના પ્રયત્નને ઇતિહાસ પણ બહુ શિક્ષણીય છે.: કૃષ્ણે ગુજરાતને પોતાનો જ દેશ બનાવ્યો હતો, એ ભૂલવા સરખું નથી. ગીતાના ઉદ્ભાધન વખતે કૃષ્ણ ગુજરાતી બન્યા હતા, કૃષ્ણનો એ જગતશોભન સંદેશ પાછો ગુજરાતને કહોકે હિંદને ઘેર ઘેર પહેાંચાડવાના, આર્યોના, પંડિતોના, ભક્તોના, કથાકારોના, વક્તાઓના, સાહિત્યકારોના પ્રયત્નો લોકસંગ્રહનો એક સરસ નમૂનો પૂરો પાડે છે. ગીતા વિષે કાંઇ પણ કહેવાથી પાત્રતા કોની એનો વિચાર કરતાં,

आत्मसंभाविता स्तब्धा धनमानमदान्विता: |
यजंते नाम यज़ेस्ते दंमेना विधिपूर्वकम (१६-१६)

એ ગીતાવાકય પણ યાદ આવે છે. આપણે આ માપથી આપણને માપવાની શક્તિ કયારે મેળવીશું ? નૂતન યુગે જૂના યુગ પાસેથી ઘણું ઘણું શીખવાનું છે. આપણી કથા પદ્ધતિની અસર પણ નવીન યુગના વક્તાઓએ શીખવા-સમજવા જેવી છે. શ્રોતાઓ અને વકતાઓ વચ્ચે એકતા જામે નહિં ત્યાં સુધી વક્તૃત્વ નિષ્ફળ જ નીવડે. વિદ્વાન, અવિદ્વાન, સ્ત્રી અને પુરુષ સર્વના મનને ખેંચી રાખતા કથાકારોની વાણી અસરકારક, આકર્ષક, હૃદયંગમ, ગુમાનરહિત અને તેજસભરી હોય છે.

ગીતાને ચિત્ર સ્વરૂપ આપવાનો અતિ રળિયામણો પ્રયોગ પણ કદી થાય છે. ચિત્ર પણ આપણી કલાભાષા છે. શ્રીમદ્ભગવદ્ ગીતાના શ્લેાકોને મૂર્ત સ્વરૂપ આપવાનો પ્રયત્ન આજનો નથી.

सरसामस्मि सागर:

એ ભાવને સૂચવતું એક ન્હાનું પણ ભવ્ય પ્રાચીન ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ અભ્યાસી શ્રી,મંજુલાલ મજમુદારે મને બતાવેલું હજી