પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬ : સાહિત્ય અને ચિંતન
 

આંખ આગળ રમ્યા કરે છે. કથાનકો પણ પીંછી, રંગ અને રેખાને અનુકૂળ બની રહે છે. અને ગીતાપ્રયારમાં બહુ ઉપયોગી ફાળો આપે છે. વાણીથી અને ચિત્રથી ગીતાભાવનાને દઢીભૂત કરનાર ગ્રંથો ગીતાની લોકપ્રિયતા ઝડપથી બતાવી શકશે.

અંતે એક જ વાત કહેવાની હ્પ્ય. ગીતા માત્ર વાંચવા માટે નથી—એ જીવવા માટે છે. એ આયારમાં મૂકવાની કલા છે, એ હું કહું એના કરતાં એ ગીતા પોતે જ વધારે સારી રીતે કહી શકશે.

ભગવતી ગીતા આર્ય સંસ્કારનુ સંરક્ષણ કરો એટલું જ નહી, એ આર્ય સંસ્કારમાં રહેલી વિશિષ્ટતા જગતભરમાં ફેલાઈ માનવજાતની ઉન્નતિ કરો ! અહિંસા, કર્મફળત્યાગ, અપરિગ્રહ, અનપેક્ષા એ સર્વ ગીતાએ સંબોધન કરેલા ગુણો દક્ષતા અને कर्मसु कौशलમાં પરિણામ ન પામે ત્યાં સુધી જીવન માત્ર સંગ્રામ અને સંહાર બની રહે છે. સંગ્રામ અને સંહારની પાછળ રહેલું મહાજીવન અને નવજીવન નિહાળવામાં પશ્ચિમનું કર્મ કૌશલ્ય અને પૂર્વનો કર્મફલત્યાગ એ બન્નેનું સંમિશ્રણ જરૂરી છે. પૂર્વે કર્મકૌશલ્ય ત્યાગ્યું એટલે તેને પરાધીનતા મળી. પશ્ચિમે કર્મફલની ભારે લોલુપતા રાખી. એટલે શસ્ત્રવિજ્ઞાન એ કર્મનાં ફલ તેને અણધાર્યાં આપે છે, અને સંહારશક્તિની પરાકાષ્ટા એ દક્ષતાને લઈ જાય છે. ગીતા બન્નેનો સમન્વય માગે છે. દક્ષતા ઉપર, કર્મકૌશલ્ય ઉપર ગીતા ખુબ ભાર મૂકે છે. આ સંસ્કૃતિ એ દક્ષતાને,કર્મ કૌશલ્યને વિસારે નાખી મ્લાન બની ગઈ છે. દક્ષતા વગરનાં કર્મનું ફલ પણ શું હેાય ? એનો ત્યાગ કરવાપણું પણ ક્યાંથી ઊભું થાય ?

એટલે આપણી કોઈની પણ પરાધીનતા હોય, અશક્તિ હોય ત્યાં સુધી આપણે ગીતા વાંચી ન કહેવાય. જગતમાં યુદ્ધ હોય ત્યાં સુધી ગીતા આચારમાં મૂકી ન કહેવાય. એ આચારમાં મૂકવાનો આપણો પ્રથમ ધર્મ આર્ય સંસ્કૃતિ હિંદમર્યાદિત નથી. આપણો ઈશ્વર તો કહે છે કેઃ

सर्वस्य चाहं हदि सनिनविष्टो (१५-१५)

હૃદય હૃદયમાં રહેલા ઈશ્વરને આપણે જોઈએ અને ઓળખીએ ! એમાંજ ગીતાનું ગૌરવ છે.