પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪ : સાહિત્ય અને ચિંતન
 

માનવંત નામ મને પ્રાથમિક શિક્ષકોનાં યાદ આવે છે, જેમને અત્યંત નવા યુગે પણ સલામ ભરવી પડશે અને આવા સંસ્કારકેન્દ્રો સરખા અનેક પ્રાથમિક શિક્ષણ આપતા શિક્ષકો ગામડે ગામડે અને શહેરમાં વેરાયલા હશે, જેમની અસર બ્યુગલ, શંખનાદ કે તાળીઓના ગડગડાટ વગર જ અત્યંત સૌમ્ય ઢબે, છતાં અત્યંત સફળતાપૂર્વક ગુજરાતને, મુંબઈ ઇલાકાને ઘડી રહી હોવી જોઈએ

પ્રાથમિક શિક્ષણની કેળવણીના શિક્ષકોની અસર જરાય પણ અવગણી શકાય એમ નથી.

ચારે પાસ યુનિવર્સિટીઓનાં ખોખાં ઊભાં થઈ જાય છે, અને હિંદને ન શોભે એવા ભારે પગારદાર પ્રોફેસરો અને વહીવટી અમલદારોની યોજનાઓની ખેંચાખેંચી અને સરસ્વતીને ન શોભે એવાં ખટપટવર્તુલો ચક્રાવા લીધે જાય છે. માધ્યમિક શિક્ષણ માટે પશુ યોજનાઓ, કમિટીઓ, કમિશનો, બોર્ડ અને શિક્ષણના પ્રકારની ચૂંથાચૂંથ થઈ રહી છે. કેળવણી સમગ્ર આવશ્યક છે, પવિત્ર છે, માણુસની માણસાઈને ઓપ આપે છે. ઉચ્ચ કેળવણી અને માધ્યમિક કેળવણી, ધંધાદારી શિક્ષણ કે વિજ્ઞાનશિક્ષણ જરૂરી છે, આવકારદાયક છે, ઉપયોગી છે. સાથે સાથે ઉચ્ચ કેળવણીની અતિ પ્રતિષ્ઠા કરતી વખતે રખે ભૂલીએ કે પ્રાથમિક કેળવણી ઉચ્ચ કેળવણીનો પાયો હોવાથી ઉચ્ચ કેળવણી કરતાં પણ વધારે ધ્યાન આપવા યોગ્ય છે; માધ્યમિક કેળવણી જરૂરી છે એ વાત બહુ સાચી. પણ સાથે સાથે ક્ષણભર પણ આપણે ન ભૂલીએ કે માધ્યમિક અને ઉચ્ચ અને કેળવણીની મજબૂતી તો પ્રાથમિક કેળવણી ઉપર જ રહેવાની છે. પાયો ડગમગતો હશે તો તે આખી મ્હેલાત ડગમગતી જ રહેવાની છે; કદાચ ડગમગતા પાયા ઉપર મ્હેલાત રચી શકાશે જ નહિ. મને ડર છે કે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજકર્તાઓનું, નેતાઓનું અને કેળવણીકારોનું જેટલું ધ્યાન ખેંચે છે તેના સોમા અંશનું ધ્યાન પ્રાથમિક કેળવણી ખેંચતી હોય તેમ લાગતું નથી. શિક્ષણ તરફ દુર્લક્ષ કરવું, પ્રાથમિક શિક્ષકો તરફ ઘૃણા સેવવી એના સરખું રાષ્ટ્રીય પાપ એકે નથી. પ્રાથમિક કેળવણીની સાચી કદર થશે,