પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શિક્ષકોનું માંગલ્ય ૧૬૭
 


માગે ઓટલા ભારે પગારે આપવા છતાં દુનિયાનું કે ભારતનું કેટલું દળદર ફીટ્યું એની તપાસ–કરવા પહેલા વર્ગમાં અને વિમાનોમાં ફરતા મહાબુદ્ધિશાળીઓ. જે પેાતાની બુદ્ધિને સોનાચાંદીને માપે જ તોળતા હોય છે તેમનાં કમિશનો નીમવાની જરૂર નથી. જગતની સામાન્યતાને પૂછો કે મહા આર્થિક લાભ પામતી બુદ્ધિએ સામાન્ય જીવનને કેટલું ઊંચે ચઢાવ્યું ! જવાબ આપણી નજર સામે છે.

આમ દેશની સામાન્યતાને શોભે એવી સેવા કરવા કોઈ તૈયાર નથી. ગાંધીદીધા સ્વરાજ્યમાં સહુ બુદ્ધિ, શક્તિ અને કામનો બદલો માગે છે. અને તે બદલો દેશનાં અર્થ ફેફસાંને બોજે એમ છે કે નહિ તેનો વિચાર કરવાની એ માગનારાઓને ગરજ પણ નથી. માગનાર અને મેળવનાર સહુને બે હજાર ત્રણ હજાર, ચાર હજાર અને પાંચ હજારનો માસિક દરમાયો પણ સેવાનો જ પ્રકાર લાગે છે. ભલે !

પરંતુ એ ખેંચાખેંચીમાં પ્રાથમિક કેળવણી અને એ કેળવણી આપનાર શિક્ષકને રખે કોઈ વિસરી જાય. ન્યાયાધીશને પોતાની કિંમત મેળવવી છે, અમલદારને પોતાની કિંમત મેળવવી છે, ડૉક્ટર અને ટેકનીશિયન પોતાને સોનેરૂપે તોળવા માગે છે. અરે! સ્વરાજ્યની લડતમાં અપાયેલા સાચા ખોટા ભોગની કિંમત પણ માગવામાં આવે છે અને આપવામાં પણ આવે છે. એ દુનિયામાં પ્રાથમિક શિક્ષણ આપતા શિક્ષકોને પણ પોતાનું જીવનધોરણ ઉચ્ચ કરવાની આકાંક્ષા રહે એમાં નવાઈ કેમ પામવી જોઈએ એ હું સમજી શકતો નથી. જીવનધોરણના ઉચ્ચીકરણમાં બે ટંકનો પૈાષ્ટિક ખારાક, ચોખ્ખાં કપડાં, એક નાનકડું ઘર, બાળકોની કેળવણી માટેની આર્થિક સગવડ અને આર્થિક ચિંતામુકત વાર્ધક્ય એટલું આવતું હોય તો પ્રાથમિક નિયમન કરનાર સત્તા કે સંસ્થાએ જોવું જોઈએ કે પ્રાથમિક શિક્ષકોને આટલી પણ આર્થિક સગવડ મળે છે કે કેમ ? પ્રાથમિક કેળવણી આપનાર શિક્ષકને બેસવા માટે કાર જોઈતી નથી, એનાં સંતાનોને વિલાયત-અમેરિકા મોકલી તેમની મોટાઈનો વીમો ઉતરાવવો નથી. પહેલા વર્ગમાં કે વિમાનમાં તેને મુસાફરી કરવી નથી, મહાબળેશ્વર, મસૂરી કે ઊટી-સીમાલાની હવા ખાવી નથી, બાગબગીચાવાળા