પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮ : સાહિત્ય અને ચિંતન
 

બંગલામાં રહેવું નથી, રેડિયો – સિનેમાનો આનંદ મેળવવો નથી, માંદગી વખતે નર્સિંગ હોમમાં રહેવું નથી. એને એ બધાનું મન નહિ થતું હોય એમ કહેવું એ આજની દુનિયાને ન એળખવા સરખું છે. છતાં એ પોતાનું મન મારી શકે છે. પરંતુ એને માત્ર ચરિતાર્થ ચલાવવા જેટલું પણ મળવું જોઈએ કે નહિ એ પ્રશ્ન પ્રાથમિક કેળવણીના હિતેચ્છુઓએ વિચારવા સરખો છે.

પ્રાથમિક શિક્ષકને પટાવાળાના પગાર આપીશું તો એની કેળવણી પણ પટાવાળાઓને જ ઉપજાવશે. એની પ્રતિષ્ઠા રસોઈયાની આંકીશુ તો આપણાં બાળકો પણ રેઢિયાળ રસોઈયા જ બની રહેશે. શિક્ષકની જરૂરિયાત – અત્યંત પ્રાથમિક જરૂરિયાત – પોષાય એટલી આર્થિક સગવડ આપીશું તો આપણાં બાળકો સંતાષી નાગરિક બનશે. શિક્ષકની પ્રતિષ્ઠા સાચવીશું તો આપણાં બાળકો જાતની અને દેશની પ્રતિષ્ઠા સાચવે એવાં સ્વમાની દેશસેવક બની રહેશે. શિક્ષકને ગુરુસ્થાને સ્થાપીશું તો આપણાં બાળકો જગત—ગુરુત્વ પ્રાપ્ત કરશે. ‘જેવો પ્રાથમિક શિક્ષક તેવી જ ભાવિ પ્રજા’ એ સત્ય જેટલું વહેલું સમજાયું એમ વધારે સારું. આજના કલંકિત કાળાં બજાર, આજના દંભ અને ઘમંડ, સેવાને ઓથે આજ ગોઠવાતી સ્વાર્થ બાજી અને ગાંધીજીના નામને ભ્રષ્ટ કરતો સત્તાશોખ ભાવિ ઈતિહાસને પાને ફરી ન લખાય એમ કરવું હોય પ્રાથમિક શિક્ષકની જરૂરત પહેલી સાચવો, એને સાયા ગુરુસ્થાને બેસાડો અને એની પ્રતિષ્ઠાને આખા સમાજને પ્રતિષ્ઠા તરીકે સ્વીકારો. નવી પ્રજા આપણા કરતાં વધારે સારી સર્જાય એમ આપણે સૌ કોઈ ઈચ્છીએ. પણ એ ત્યારે જ બનશે કે જ્યારે આપણે શિક્ષકને ધક્કા ખાવા સર્જાયેલું પ્રાણી નહિ, પરંતુ નમન યોગ્ય ગુરુ ગણીશું ત્યારે.

સમાજ વ્યવસ્થામાં આછી પાતળી આર્થિક ઊંચાઈ કે નીચાઈ ચલાવી લેવા જેટલી માનવજાત ઉદાર છે, પરંતુ જે વ્યવસ્થા એક માનવીને મહેલ બંધાવી આપે અને બીજાને ઝૂંપડી પણ ન બાંધવા દે એ વ્યવસ્થા અવ્યવસ્થા છે. ભયંકર આર્થિક અણઆવડત છે, અસંતોષના જ્વાળામુખીને જીવંત રાખતી જામગ્રી છે. ઊંચા ગર્વિષ્ટ