પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧ : સાહિત્ય અને ચિંતન
 

પડશે, કદાચ લડત પણ કરવાના પ્રસંગો તેને આવે એ સંભવિત છે. તેવે પ્રત્યેક પ્રસંગે શિક્ષકો ત્રણ સત્ય કદી ન ભૂલે:

(૧) શિક્ષકોનો સંઘ અહિંસક રીતે પ્રાપ્ત થયેલા સ્વરાજ્યનું એક પરમ મહત્ત્વનું તત્ત્વ છે – એની મહતા ભલે બીજા ઘટકોને ન લાગે. એ સ્વરાજ્ય જેટલું પ્રધાનોનું છે એટલું જ આપણું—શિક્ષકોનુ છે. એને આપણું મટાડી શકાય જ નહિ.
(૨) ચર્ચા, માગણી કે લડતના પ્રસંગો શિક્ષકો તો ભાગ્યે જ ઊભા કરે; છતાં તેવા પ્રસંગો આવતાં એક સિદ્ધાન્તને તો તેઓ જરૂર વળગી જ રહે કે માણસની લડત, માનવતાની લડત, માનવતાના ગુરુઓની લડત શુદ્ધ અહિંસક જ હોય. ગાળ, વ્યક્તિગત આક્ષેપ, ભાંગફોડ, વિનાશ કે સંહારને ચર્ચા માગણી કે લડતમાં સ્થાન જ ન હોઈ શકે. માનવ લડત અહિંસક જ હોય.
(૩) લડતમાં પણ શિક્ષકો પોતાનું ગુરુસ્થાન, ફરજનું મેદાન, ધર્મ મોરચો કદી ન છોડે. પ્રાથમિક શિક્ષકનું સ્થાન શાળા ! એની ફરજ રમતમેદાનમાં ! એના સાથી શિષ્યો ! એમનો મોરચો કેળવણીના રક્ષણ માટે. અજ્ઞાન અને નિરક્ષરતાના નિવારણ અર્થે રચાયેલો. જે ક્ષણે એ પોતાનું સ્થાન છોડે, મેદાન મૂકે, મોરચે પીઠ બતાવે ત્યારે જાણવુ કે શિક્ષક શિક્ષક મટી ગયો છે.

મંગલ પ્રવચનમાં હું એક મહામાંગલ્ય શિક્ષકોના વાતાવરણમાં જોઈ રહ્યો છું. ચારે પાસ નિરાશા છવાઈ રહી છે તેમાં શિક્ષકો વગર કોણ પ્રકાશ આપશે? અને શિક્ષકોમાં પણ પાયાની કેળવણીમાં જાત હોમનાર પ્રાથમિક શિક્ષક જ વધારે શ્રેષ્ઠ. ભાવિ ઈતિહાસમાં—નહિ, આજના ચાલુ ઇતિહાસમાં એવું લખવાની તક શિક્ષકો ન આપે કે જ્યારે નવા સ્વરાજ્યમાં વ્યાપારી અને ઉદ્યોગપતિ નફા ઉપર આંખ માંડી કાળાં બજાર કરતો હતો, નેતા-ગાદીખુરશી ખોળતો હતો, અમલદાર પગાર વધારવાની તરકીબો શોધતો હતો, નિષ્ણાત