પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪ : સાહિત્ય અને ચિંતન
 


અતંત્ર અને નિરુપયોગી તત્ત્વ બની રહેશે—ધ્વંસક, સંહારક પણ !

વાતચીત સંહારક બને ?

હા ! આવો, આપણે સાસુવહુની વાતચીત સાંભળીએ. પિતરાઈઓની વાતચીત સાંભળીએ, હરીફો વચ્ચેની વાતચીત સાંભળીએ, ઉપરી તાબેદાર વચ્ચેની વાતચીત સાંભળીએ, પ્રેમથી પાંચ વર્ષમાં પરવારી બેઠેલા પતિપત્નીની વાતચીત સાંભળીએ. ઝગડતા પાડોશીની વચ્ચે ચાલતી વાતચીત સાંભળીએ. ગાડીમાં ચડતા ઊતરતા મુસાફરોને સાંભળીએ, સ્ત્રીસૌન્દર્ય સામે જોઈ રહેલા બે કાલેજિયનોનેાની વાતચીત સાંભળીએ, રાજકીય હરીફોને સાંભળીએ તો આપણી ખાતરી થશે કે એટમબોંબ માત્ર અમેરિકી કે રૂસી પ્રયોગશાળામાં જ ઉપજે છે એમ નહિ; એ ઘરમાં અને ઘર બહાર ગુજરાતમાં પણ રચાય છે. વાતચીતની સંહારક શક્તિ જોઈએ એટલા પ્રમાણમાં આપણને જડી આવશે.

આખા જીવનની વાત બાજુએ મૂકીએ, ચોવીસ કલાકના એક દિવસમાં પણ ઘણી વાર આપણને શું એમ નથી લાગી આવતું કે વાતચીત એક ભયંકર આફત બની આપણે માથે ઊતરી આવે છે !

વાતચીતમાં રોકાવા માટે આપણી પાસે અડધો જ કલાક હોય, અને કોઈ મિત્ર બે કલાક ચાલે એટલી વાતચીત ઝોળીમાં ભરી લઈ આવે ! મિત્રને માટે આપણને જરૂર માન હોય જ, લાગણી તો હોય જ હોય. સહાનુભૂતિ વગર મૈત્રી કે પરિચય સંભવી શકે જ નહિ. એના સુખમાં આપણે જરૂર આનંદિત બનીએ; એના દુ:ખમાં આપણે જરૂર આંસુ પાડીએ; એની રમૂજમાં આપણે જરૂર ખડખડાટ હસીએ; આપણો એ ધર્મ છે. પરંતુ જાહેર કે ખાનગી રીતે આપણે આપણા માટે બાંધી દીધેલા અડધા કલાકની સમય–મર્યાદા વધારે લંબાઈ જતી વાતચીતને અતિ વિકૃત બનાવી દે છે. અડધા કલાક સુધી ચાલતું ખડખડાટ હાસ્ય અડધો કલાક વીતી જતાં જરા ખાલી પોલાણ સરખું કૃત્રિમ બનવા માંડે છે. કલાક વીતી જતાં એ સ્મિતમાં ઓસરી જાય છે, દોઢ ક્લાક પસાર થતાં એ સ્મિત ભવ્ય વ્યાયામપ્રયોગ બની જાય છે, અને બે કલાક પછી તો એ સ્મિતભર્યુ મુખ હસે છે કે રડે છે એની ખાતરી કરવી આપણે માટે મુશ્કેલ બની જાય છે. આપણા