પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાતચીતની કલા ૧૭૭
 


વ્યવહારની વાતચીતનું લક્ષણ હોઈ શકે. તેમાં અતિ ગંભીર વિષયને લાવી, અતિ ગંભીર વાતચીત કરી, કઠોર કે ગમગીન વાતાવરણ સર્જવાની તલપૂર પણ જરૂર હોતી નથી. છતાં–સિદ્ધાંતોની વાતચીત કર્યા વગર ચાલે એવું હેાય છતાં–સિદ્ધાંતોની વાતચીતમાં ઊતરી પડી આપણે હવામાં ઝેર ઉમેરીએ છીએ. વાતચીતને ગુલાબજળ છાંટવાની ગુલાબદાની બનાવવાને બદલે ઝેર ઉડાડતી પિચકારી બનાવવાનું કાંઈ જ કારણ નથી. અને છતાં આપણી વાતચીત કેટલીવાર ઝેર સરખી કડવી બની ગયેલી હેાય છે? સામાન્ય વાતચીતમાં અતિ ગાંભીર્ય ભેળવવાથી આખી વાતચીત બકવાદ બની જાય છે. વિષયની પસંદગી, વિષયની ચાળવણી, વિષયની હેરફેર વાતચીતની કળામાં બહુ આવશ્યક અંગ ગણાય. સિદ્ધાંતોનો સ્વીકાર એ કાંઈ આપણી વાતચીતનો ઉદ્દેશ હોતો જ નથી. મોટા ભાગની આપણી વાતચીત ઉદ્દેશ રહિત જ હોય છે. એ ન સમજવામાં આપણે આપણી વાતચીતને ભગાડી મૂકીએ છીએ. ઉદ્દેશ હોય તો પણ તે મળવાનો હળવાનો, સમય પસાર કરવાનો, અરસપરસ ખબરઅંતર પૂછવાનો હોય: નહિ કે સામ્યવાદની ખૂબીખામી નક્કી કરવાનો, ઈશ્વર છે કે નહિ એની સાબિતી આપવાનો અગર બે પત્નીઓ કોઈપણ સંજોગોમાં પરણી શકાય કે કેમ એનો નિર્ણય કરવાનો. કદાચ એવા વિષયોમાં વાતચીત ઢળી પડે તો પણ એમાં ચુકાદો આપવાને બદલે વિષય ફેરવી નાખવો એ જ વધારે ઈષ્ટ ગણાય. કારણ, આપણો ચુકાદો કોઈને ય માન્ય હોતો નથી.

આમ સમય અને સ્થળ વાતચીતની કળાને એક પાસ ઘડે છે, તેમ વાતચીતનું ઉદ્દેશરહિતપણું અને કેન્દ્ર વિષયનો અભાવ કળાને બીજી પાસ ઘાટ આપે છે. એ વિસરાય ત્યાં વાતચીત એક માનવકલા બનવાને સ્થાને માત્ર જીભાજોડી લમણાઝીંક,, માથાફોડ,, કટકટારો, ટકટકારો કે વૈદિયાપણું બની રહે છે. વાતચીતમાં ભાગ લેનારમાંથી કોઈનું માથું દુખવા આવે અગર તેને બગાસું આવવા માટે ત્યારે અવશ્ય માનવું કે વાતચીતની કલા મરી ગઈ છે! અને એ સ્થિતિ ઘણી વાર આપણી થાય છે. વ્યાખ્યાનોની માફક વાતચીતમાં