પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય : સામાન્ય દૃષ્ટિએ : ૭
 


'સાહિત્યકારો કૈંક થઈ ગયા એ સાચું પણ મુંબઈ હાઈકોર્ટમાં થઈ ગયેલા જડૂજો કરતાં સાહિત્યકારોની સંખ્યા હજી વધી નથી.'

સાહિત્યકારોએ સાહિત્યસર્જનમાં Inferiority complex લઘુવૃત્તિ સેવવાની પણ જરૂર નથી. સાહિત્યમાં સમજ પડતી નથી એમ અભિમાનપૂર્વક કહેનારે જાણવું જોઈએ કે ઈંડિયા કંપનીના વ્યાપારી ચાલકોમાંના ઘણું સારું લખી શકતા અને એ જ કંપનીના યોદ્ધાઓ અને મુત્સદ્દીઓ સારા સાહિત્યની બહુ પાસે આવે એવું લખીને હિંદમાં સામ્રાજય સ્થાપી શકયા હતા. કેઈ વ્યાપારી કે મુત્સદ્દી સાહિત્યને હસતા પહેલાં ઇસ્ટઈડિયા કંપનીનાં દફતર-Records ને ન ભૂલે.

[૩]

સાહિત્યને અને વાણીને દેહ-આત્મા સરખો સંબંધ હોવાથી સાહિત્યકારોમાં એક પ્રકારનો એક પ્રચારઆવેગ કે ધૂન ઉત્પન્ન થાય છે કે જે સાહિત્યકારને એક ઉપદ્રવના સ્વરૂપમાં ફેરવી નાખે છે. બહુ બોલકણા માણસને અમુક કલાક સુધી જ આપણે સહન કરી શકીએ. ધૂની માણસની એકની એક વાત સાંભળવામાં વચ્ચે વચ્ચે આરામની સારા પ્રમાણમાં જરૂર રહે. જ્યારે અને ત્યારે વ્યાસપીઠ ઉપર ચઢી આવી દરેક વિષય ઉપર કાંઈ અને કાંઈ પ્રવચન કરવા પ્રેરાતા વ્યાખ્યાતા માટે શ્રોતાઓને એમ ઘણી વાર લાગે છે કે તેઓ પોતાની પ્રેરણાને પ્રવાહ અટકાવતાં શીખે તો વાણીનો વધારે સદુપયોગ થાય. વાણીનું બ્રહ્મચર્ય વાણીને વધારે સામર્થ્યવાન અને તેજસ્વી બનાવે છે, એ સત્ય આવી વખતે પ્રત્યક્ષ થાય છે. સાહિત્યકાર અને તે પણ આશાભર્યા નીવડતા સાહિત્યકારને પોતાની દાઈ કવિતા કે નવલિકા વંચાય અને વખણાય એવી ઈચ્છા રહે એ બહુ જ સ્વાભાવિક છે; સમજી શકાય—અને સહાનુભૂતિપૂર્વક સમજી શકાય એવી એ વૃત્તિ છે. એ વૃત્તિને પૂરતું ઉત્તેજન આપવાની પણ જરૂર છે. પોતાના બે-ત્રણ ઈષ્ટ મિત્રો કે મુરબ્બીઓની પોતાના સાહિત્ય માટેની છાપ કે દોરવણી તે મેળવે એમાં સાહિત્યકાર કશું ખોટું કરે છે એમ પણ કહેવાય નહિ. પરંતુ પોતાની કૃતિનાં વખાણ એથી પણ વધારે વિસ્તૃત બને,