પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮ : સાહિત્ય અને ચિંતન
 

ઘણી પણ વાર પોતાની જાંઘ ઉપર મારી જાતે ચૂંટી ખણી મારે જાગ્રત રહેવું પડે છે ! આપણી વાતમાં બીજઓની પણ એ જ સ્થિતિ થતી હોય એ સહજ છે.

ઘણી વાર વાતચીત એક જ વક્તાનો ઈજારો બની બેસે છે. ખરું જોતાં વાતચીત એ બે અગર તેથી વધારે માનવીઓ વચ્ચેનો એક સહકારપ્રયોગ હોય છે, જેમાં સહુએ ઓછે વધતે અંશે વક્તા બનવા સાથે શ્રોતા પણુ બનવું જ જોઈએ. આપણે ઘણા બાહોશ હોઈએ, ઘણા કુશળ હોઈએ, ઘણા અનુભવી હોઈએ, ઘણા ચબરાક હોઈએ; છતાં આપણી બધી જ બાહોશી, આપણું બધું જ કૌશલ્ય, આપણા બધા જ અનુભવ અને આપણી બધી જ ચબરાકી એકસામટી એક જ વાતચીતમાં ઠાલવી દેવાની તાલાવેલી ઉપર આપણે અંકુશ ન મૂકીએ તો બીજી વાર વાતચીતની તક આપવાને બદલે લોકો આપણાથી ત્રાસી ભાગવાનો પ્રયત્ન કરશે. સત્તાધીશ સત્તાની, ધનાઢ્યો ધનની, સાહિત્યકારો વિદ્વત્તાની, ધંધાદારીઓ પોતાના ધંધાની, દેશભક્તો સેવાની એકસામટીવાત કરી, એ વાતમાં બીજા કોઈનો ચંચુપાત થવા ન દઈ કૈંક સાંભળનારાઓને માંદા પાડી દે છે. ઘણાની વાતચીત આમ વ્યાધિ બની રહે છે.

જીવનમાં આમેય ઘણા વ્યાધિઓ હોય છે વાતચીતની વ્યાધિમાં ઉમેરો ન કરીએ તો એક સેવાકાર્ય થાય, નહિ ? વાતચીત એ મોટેભાગે સામાજિક વ્યવહારનું સ્વરૂપ ધારણ કરતી હોવાથી એને કલામાં ફેરવી નાખી ન શકાય તો એ બિહામણી આફત કે પીઠ બતાવવા યોગ્ય પીડાનો આકાર ઝડપથી લઈ લે છે. વાતચીત સામાજિક વ્યવહાર હોવાથી એને મજિયારી મિલકત તરીકે લેખવી જોઈએ—ખાનગી મિલકત કે મેનેજિંગ એજન્સીની ઢબે વાતનો ઉપયેાગ ન જ થાય.

અને એ સામાજિક મિલકત હોવાથી એ હવા, પાણી, પુષ્પ અને પ્રકાશની માફક સ્વચ્છ, પ્રફુલ્લ અને જીવનદાયી જીવનવર્ધિની હોવી જોઈએ. વાતચીત એ જેમ અંગત વ્યક્તિગત માનસનો પડઘો હોવી તેમ એ સમાજમાનસનો પડઘો પણ છે. એમાં આપણાં અંગત લક્ષણો અને સંસ્કાર જેમ પ્રતિબિંત પણ થાય છે. તેમ સામાજિક પ્રજાકીય લક્ષણો અને સંસ્કાર પણ પ્રતિબિંત થાય છે. વાતચીત